________________
७४
સગ ૨ જે
પછી કેટલીએક અપ્સરાઓએ સુનંદા અને સુમંગલાને મંગલસ્નાન કરાવવાને માટે આસન ઉપર બેસાર્યા. મધુર ધવળમંગળ ગાતાં ગાતાં પ્રથમ તેમને સર્વે અંગે તેલથી અત્યંગ કર્યું. પછી જેની રજના પંજથી પૃથ્વી પવિત્ર થયેલી છે એવી તે બને કન્યાએને સૂકમ પીઠીથી તેઓએ ઉદ્વર્તન કર્યું. જાણે તેમના અંગમાં લીન થયેલા નવ અમૃત કુંડ હોય તેમ તેમને બંને ચરણ, બંને હાથ, બંને જાનુ, બંને ખભા અને એક કેશમાં એમ નવ શ્યામ તિલક કર્યા. અને ત્રાકમાં રહેલા કસુંબાના સૂત્રોથી તેમના સવ્ય અને અપસવ્ય અંગોમાં જાણે સમચતુરસ સંસ્થાનને તપાસતી હોય તેમ તેઓએ
સ્પર્શ કર્યો. એવી રીતે અપ્સરાઓએ સુંદર વર્ણવાળી તે બાળાઓને ધાત્રીઓની પેઠે પ્રયત્ન વડે તેમને ચાપલ્યપણાથી વારતી હોય તેમ વર્ણકમાં નાંખી હર્ષથી ઉન્મત્ત થયેલી તે અપ્સરાઓએ વર્ણકનું જાણે સહોદર હોય તેવું ઉદ્વર્ણક પણ તે જ વિધિથી કર્યું. પછી જાણે પોતાની કુલદેવતા હોય તેમ તેઓને બીજા આસન ઉપર બેસાડીને સુવર્ણ કુંભના જળથી સ્નાન કરાવ્યું, ગંધકષાયી વસ્ત્રથી તેમનું અંગ લું છયું અને કોમળ વસ્ત્રથી તેમના કેશ વેષ્ટિત ક્ય. પછી હીરવાણી વસ્ત્રો પહેરાવી બીજા આસન ઉપર બેસાડી, તેમના કેશમાંથી મેતીની વૃષ્ટિના ભ્રમને કરાવતું જળ ખેરવી નાખ્યું અને સ્નિગ્ધ ધૂમ્રરૂપી લત્તાથી જેમની શોભા વૃદ્ધિ પામેલી છે એવા તેમના જરા આકેશ દિવ્ય ધૂપથી ધુપિત કર્યા. ગૌરિક ધાતુ ગેરુ)થી જેમ સુવર્ણને લેપન કરે તેમ તે સ્ત્રીરત્નના અંગને સુંદર અંગરાગથી લિપ્ત કર્યું અને તેમની ગ્રીવા, ભુજાના અગ્રભાગ, સ્તન અને ગાલ ઉપર જાણે કામદેવની પ્રશસ્તિ હોય તેવી પત્રવલ્લરી આલેખી. જાણે રતિદેવને ઉતરવાનું નવીન મંડળ હોય તેવા તેમના લલાટમાં ચંદનનું સુંદર તિલક કર્યું. તેમના ને નીલકમળના વનમાં આવતાં ભ્રમરના જેવા કાજળથી શણગાર્યા અને જાણે કામદેવે પોતાના આયુ રાખવાને શસ્ત્રાગાર કર્યું હોય તેમ તેઓને અંડે વિકાસ પામેલા પુષ્પોની માળાઓ, ગુંથીને બાંધે, પછી ચંદ્રમાનાં કિરણોને તિરસ્કાર કરનારા અને લાંબા છેડાવાળાં વિવાહવો (પાનેતર વિગેરે) તેમને પહેરાવ્યાં. પૂર્વ અને પશ્ચિમ દિશાના મસ્તક ઉપર જેમ સૂર્ય અને ચંદ્ર રહે તેમ તેઓના મસ્તક ઉપર વિચિત્ર મણિથી દેદીપ્યમાન થયેલા બે મુગટ ધારણ કરાવ્યા. તેમના બંને કણમાં, પોતાની શોભાવડે રત્નોથી અંકરિત થયેલી મેરુપર્વતની પૃથ્વીના સર્વ ગર્વને ચારતા એવા મણિમય અવતસ આરોપણ
ક્ય, કર્ણલતાની ઉપર નવીન પુષ્પગુચ્છની શોભાને વિડંબના કરનારા મોતીના દિવ્ય કુંડળો પહેરાવ્યાં. કંઠમાં વિચિત્ર માણેકની કાંતિથી આકાશને પ્રકાશમાન કરનારા અને સંક્ષેપ કરેલાં ઈદ્રધનુષની લમીને હરનારા પદક પહેરાવ્યા. ભુજા ઉપર કામદેવના ધનુષમાં બાંધેલા વીરપટ્ટની જેવા શોભતા રત્નમંડિત બાજુબંધ બાંધ્યા. તેમના સ્તનરૂપ તટ ઉપર તે સ્થળે ચડતી–ઉતરતી નદીના “મને કરાવનારો હાર પહેરાવ્યા. તેમના હાથે મોતીનાં કક આરોપ્યા, તે જાણે જળલતાની નીચે જળથી શોભી રહેલા ક્યારા હોય તેવા ભવા લાગ્યા. જેમાં ઘુઘરીઓની શ્રેણિઓ ઘમકાર કરી રહી છે એવી મણિમય કટિમેખલા તેમના કટિ. ભાગમાં બાંધી, તે જાણે રતિદેવીની મંગલપીઠિકા હોય તેવી શુભવા લાગી અને જાણે તેમના ગુણને કહેતા હોય તેવા ઝણઝણકાર કરતા રત્નમય ઝાંઝરો તેમના ચરણમાં આરોપણ કર્યા.
૧ વર્ણકમાં નાંખી એટલે પીઠવાળી કરી. પીઠીયાતા કર્યા પછી બહાર જવાનું નથી. તેથી અસરાએ તેમને ચંપલપણાથી રોકનારી ધાત્રીએ હાયની ? એવી કવિએ ઉàક્ષા કરી છે.