________________
૭૨
સર્ગ ૨ જે
આરોપણ કરતી હોય તેવી જણાતી હતી. તેની બન્ને જંઘા જાણે કામદેવના સુવર્ણ ખચિત ભાથા હોય તેવી શોભતી હતી. અનુક્રમે વિશાળ અને ગોળાકાર તેના બંને સાથળ હસ્તીની શુંઢ જેવા દેખાતા હતા. ચાલતી વખતે તેના પુષ્ટ અને ભારે નિતંબ કામદેવરૂપી ઘુતકારે નાખેલા સુવર્ણના સોગઠાના વિલાસને ધારણ કરતા હતા. મુઠમાં આવે તેવા અને જાણે કામદેવનો આકર્ષ હોય તેવા મધ્યભાગથી તથા કામદેવની કીડાવાપી હોય તેવી સંદર નાભિથી તે ઘણી શોભતી હતી. તેના ઉદરમાં ત્રિપલીરૂપ તરંગે રહેલા હતા, તેથી જાણે પિતાના રૂપવડે ત્રણ જગતને જય કરવાથી તે ત્રણ જયરેખાઓને ધારણ કરતી હોય તેવી જણાતી હતી, જાણે રતિપ્રીતિના બે ક્રીડાપર્વતે હોય તેવા તેનાં સ્તનો હતા અને જાણે રતિપ્રીતિના હિંડલાની બે યષ્ટિઓ હોય તેવી તેની ભુજલતાએ શોભતી હતી. તેને ત્રણ રેખાવાળો કંઠ શંખના વિલાસને હરણ કરતો હતો. હોઠવડે તે પાકેલા બિંબફળની કાંતિને પરાભવ કરતી હતી અને અધરરૂપી છીપની અંદર રહેલા મુક્તાફળરૂપ દાંતોથી તથા જાણે નેત્રરૂપ કમલનું નાળ હોય તેવી નાસિકાથી તે ઘણી મનહર લાગતી હતી. તેના બંને ગાલ જાણે લલાટની સ્પર્ધા કરતા હોય તેમ અધચંદ્રની શોભાને ચિરતા હતા અને મુખરૂપી કમલમાં લીન થયેલા જાણે ભમરા હોય તેવા તેના સુંદર કેશ હતા. સર્વ અંગે સુંદર અને પુણ્ય લાવણ્યરૂપી અમૃતની નદીરૂપ તે બાળા વનદેવીની પેઠે વનની અંદર ફરતી શોભતી હતી. તે એકલી મુગ્ધાને જોઈ કિકત્તવ્યમાં જડ થયેલા કેટલાએક યુગલીઆઓ તેને નાભિરાજા પાસે લાવ્યા. શ્રી નાભિરાજાએ “આ ઋષભની ધર્મપત્ની થાઓ એમ કહી નેત્રરૂપી કુમુદને ચાંદની સમાન તે બાળાને સ્વીકાર કર્યો.
ત્યારપછી એકદા સૌધર્મેદ્ર, પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા અને જગત્પતિના ચરણમાં પ્રણામ કરી તેમની આગળ પાળાની પેઠે ઊભા રહી અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી– “હે નાથ ! જે અજ્ઞ માણસ જ્ઞાનના નિધિરૂપ એવા સ્વામીને પોતાના વિચારથી વા બુદ્ધિથી કોઈ કાર્યમાં પ્રવર્તાવે છે તે ઉપહાસના સ્થાનરૂપ થાય છે; પણ હમેશાં સ્વામી પિતાના મૃત્યોને ઘણુ પ્રસાદથી જુએ છે, તેથી તેઓ કઈ વખત સ્વછંદતાથી પણ બોલી શકે છે, તેમાં પણ જે પોતાના સ્વામીને અભિપ્રાય જાણીને બેલે છે તે ખરા સેવકે કહેવાય છે. હે નાથ! હું આપને અભિપ્રાય જાણ્યા સિવાય કહું છું, તેથી આપ મારા ઉપર અપ્રસાદ કરશે નહી. હું જાણું છું કે આપ ગર્ભવાસથી જ વીતરાગ છે અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હવાથી ચેથા પુરુષાર્થ (મોક્ષ)ને માટે જ સજ્જ થયેલા છે; તથાપિ હે નાથ ! મોક્ષમાર્ગની પેઠે લોકોને વ્યવહારમાર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાને છે, તેથી તે લેકવ્યવહારના પ્રવર્તન માટે હું આપને પાણિગ્રહણ મહોત્સવ કરવાની ઈચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઓ ! હે સ્વામિન્ ! ભુવનમાં ભૂષણરૂપ, રૂપવતી અને આપને યેગ્ય એવી સુનંદા અને સુમંગલાને પરણવાને આપ યોગ્ય છે.”
તે સમયે સ્વામી પણ અવધિજ્ઞાનવડે પિતાને ત્રાશી લાખ પૂર્વ સુધી ભોગવવાનું દઢ ગકમ છે અને તે અવશ્ય જોગવવું જ પડશે, એમ જાણી મસ્તક ધુણાવી સાયં. કાળના કમલની પેઠે અધમુખ થઈને રહ્યા. ઈંદ્ર સ્વામીને અભિપ્રાય જાણીને વિવાહ કર્મના આરંભને માટે તત્કાળ દેવતાઓને ત્યાં બોલાવ્યા. ઈંદ્રના હુકમથી તેના આભિયોગિક દેવતાઆ એ જાણે સુધર્મા સભાને અનુજ (નાને ભાઈ) હોય તે એક સુંદર મંડપ ત્યાં ૨ તેમાં આરોપણ કરેલા સુવર્ણ, માણેક અને રૂપાના સ્તંભ-મેરુ, રેહણાચળ અને વૈતાઢય • ડીમ કરવાની વાવડી. ૨ શું કરવું તેના વિચારમાં. ૩ અજ્ઞાની.