________________
૭૦
સર્ગ ૨ જે અને મૃગજઘાની શોભાને પણ તિરસ્કાર કરનારી હતી. માંસથી પૂરાયેલ અને ગોળ એવા જાનુ, રૂથી પૂરાયેલ ગોળ એસીકાની અંદર નાંખેલા દર્પણના રૂપને ધારણ કરતા હતા; મૃદુ, અનુપૂર્વપણાથી ઉત્તરોત્તર ચડતા અને સ્નિગ્ધ ઉરુ, કદલીતંભના વિલાસને ધારણ કરતા હતા અને મુષ્ક, હસ્તીની પેઠે ગૂઢ અને સમથિતિવાળા હતા, કારણ કે અશ્વની પેઠે કુલીન પુરુષનું પુરુષચિહ્ન ઘણું ગૂઢ હોય છે. તેમની ગુહ્ય ઈદ્રિય, શિરાઓ - ન દેખાય તેવી, નહીં ઊંચીનીચી, અશિથિલ, અહૂર્વ, અદીર્ઘ, સરલ, મૃદુ, રોમરહિત
અને ગેળાકાર હતી, તેમના કેશની અંદર રહેલું પંજર-શીત, પ્રદક્ષિણાવર્ત શબ્દમુક્તાને ધારણ કરનાર, અબિભત્સ અને અવર્તાકાર હતું. પ્રભુની કટિ વિશાળ, પુષ્ટ, સ્થૂળ અને ઘણી કઠિન હતી, તેમને મધ્યભાગ સૂકમપણામાં વજના મધ્યભાગ જેવો જણાતો હત; તેમની નાભિ નદીની ભ્રમરીના વિલાસને ધારણ કરતી હતી અને કુક્ષિના બંને ભાગ સ્નિગ્ધ, માંસલ, કમલ, સરલ અને સરખા હતા. તેમનું વક્ષસ્થળ સુવર્ણ શિલાના જેવું વિશાળ, ઉન્નત, શ્રીવત્સ રત્નપીઠના ચિહ્નવાળું અને લક્ષ્મીને ક્રીડા કરવાની વેદિકાની શોભાને ધારણ હતું. તેમના બંને સ્કંધ વૃષભની કંઢ જેવા દઢ, પુષ્ટ અને ઉન્નત હતા, તેમની બંને કાખ અલ્પ રમવાળી, ઉન્નત અને ગંધર્વેદમલથી રહિત હતી, તેમની પુષ્ટ અને કરરૂપી ફણાના છત્રવાળી ભુજાઓ જાનુપર્યત લાંબી હતી; તે જાણે ચંચલ લક્ષમીને નિયમમાં રાખવાને નાગપાશ હોય તેવી જણાતી હતી અને બંને કર નવીન આમ્રપલ્લવ જેવા લાલ તળીયાવાળા, નિષ્કર્મ છતાં કઠોર, દરહિત, છિદ્રવર્જિત અને જરા ગરમ હતા. પગની પેઠે તેમના હસ્ત પણ દંડ, ચક્ર, ધનુષ, મય, શ્રીવત્સ, વજ, અંકુશ, ધ્વજ, કમલ, ચામર, છત્ર, શંખ, કુંભ, સમુદ્ર, મંદિર, મકર, ઋષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક દિગ્ગજ, પ્રસાદ, તરણું અને દ્વીપ વિગેરે ચિહ્નોથી અંકિત હતા. તેમના અંગૂઠા અને આંગળીઓ લાલ હાથમાંથી ઉત્પન્ન થયેલા તેથી લાલ અને સરલ હતા. તે જાણે પ્રાંત ભાગમાં માણેકના પુષ્પવાળા ક૯૫વૃક્ષના અંકુરા હોય તેવા જણાતા હતા. અંગુઠાના પૂર્વ ભાગમાં યશરૂપી ઉત્તમ અને પુષ્ટિ કરવાના કારણરૂપ યવના ચિહ્નો સ્પષ્ટપણે શોભતા હતા. આંગળીઓના ઉપલા ભાગમાં પ્રદક્ષિણાવર્તાના ચિહ્નો હતા, તે સર્વ સંપત્તિને કહેનારા એવા દક્ષિણાવર્તી શંખપણાને ધારણ કરતા હતા. તેમના કરકમળના મૂળ ભાગમાં ત્રણ રેખાએ શોભતી હતી, તે જાણે કષ્ટથી ત્રણ જગતને ઉદ્ધાર કરવાને માટે જ કરી હોય તેવી જણાતી હતી. તેમને ગોળાકાર, અદીર્ઘ તેમજ ત્રણ રેખાથી પવિત્ર થયેલા ગંભીર ધ્વનિવાળે કંઠ શંખની તુલ્યતાને ધારણ કરતા હત; નિર્મળ, વર્તલ અને કાંતિના તરંગવાળું મુખ જાણે કલંકરહિત બીજો ચંદ્ર હોય તેવું શોભતું હતું. બંને કપોળ કમળ, સ્નિગ્ધ અને માંસથી ભરપૂર હતા, તે જાણે સાથે નિવાસ કરનારી વાણુ અને લક્ષ્મીના સુવર્ણના બે દર્પણ હોય તેવા જણાતા હતા અને અંદરના આવર્તથી સુંદર તથા સ્કંધપર્યત લાંબા બંને કર્ણ જાણે તેમના મુખની કાંતિરૂપી સિંધુના તીર ઉપર રહેલી બે છીપે હોય તેવા જણાતા હતા; બિંબફળની જેવા રક્ત તેમના હોઠ હતા, ડોલરની કળી જેવા બત્રીશ દાંત હતા અને અનુક્રમે વિસ્તારવાળી તથા ઉન્નત વંશના જેવી તેમની નાસિકા હતી. તેમની હડપચી પુષ્ટ, ગોળાકાર, કમલ અને સમ હતી, તથા તેમાં મિથુને ભાગ શ્યામ, ઘણે ઘાટે, સિનગ્ધ અને કેમળ હતો. પ્રભુની છઠ્ઠા નવીન અને કલ્પવૃક્ષના પ્રવાલ જેવી લાલ, કમળ, અતિ સ્થૂળ નહીં તેવી અને દ્વાદશાંગ આગમન અર્થને પ્રસવનારી હતી. તેમના લોચન અંદર કૃષ્ણ તથા ધોળા અને પ્રાંતભાગમાં લાલ હતા, તેથી જાણે નીલમણિ, સ્ફટિકમણિ અને શેણુમણિથી રચેલા