________________
પર્વ ૧ લું કમલને ગ્રહણ કરવાની અને સ્પર્શ કરવાની ઈચ્છાથી કેટલાએક દેવકુમારો હંસરૂપે થઈને ગાંધાર સ્વરે ગાયન કરતા પ્રભુની આસપાસ ફરતા હતા; કેટલાએક પ્રભુના પ્રીતિ ભરેલા દષ્ટિપાતરૂપ અમૃતને પાન કરવાની ઇચ્છાવાળા થઈને તેમની પાસે ક્રૌંચપક્ષીરૂપ થઈ મધ્યમ સ્વરે બેલતા હતા; કેટલાએક પ્રભુના મનની પ્રીતિને માટે કોકિલરૂપ થઈ નજીકના વૃક્ષો ઉપર બેસી પંચમ સ્વર કરતા હતા; કેટલાએક પ્રભુના વાહનપણે થઈને પિતાના આત્માને પવિત્ર કરવાની ઈચ્છાથી તુરંગરૂપ થઈ ધૈવત ધ્વનિથી હષારવ કરતા પ્રભુની પાસે આવતા હતા; કેટલાએક હાથીનું રૂપ ધારણ કરી નિષાદ સ્વરે બોલતા અધમુખ થઈ પિતાની શું ઢેથી ભગવાનના ચરણનો સ્પર્શ કરતા હતા; કોઈ વૃષભરૂપ થઈ પિતાના શિંગડાથી તટપ્રદેશને તાડન કરતા અને વૃષભ જેવા સ્વરે બેલતા પ્રભુની દૃષ્ટિને વિનોદ કરાવતા હતા; કોઈ અંજનાચલ જેવા મેટા મહિષ બની પરસ્પર યુદ્ધ કરીને પ્રભુને યુદ્ધક્રીડા બતાવતા હતા; કોઈ પ્રભુના વિનોદને માટે મલરૂપ થઈ પિતાની ભુજાઓનું આસ્ફાલન કરી એક બીજાને અક્ષવાટમાં બેલાવતા હતા; એવી રીતે ભેગીઓ જેમ પરમાત્માની ઉપાસના કરે તેમ દેવકુમારે વિવિધ પ્રકારના વિનોદથી નિરંતર પ્રભુની ઉપાસના કરતા હતા. એવી સ્થિતિમાં વર્તતા હતા. ઉદ્યાનપાલિકાઓ જેમ વૃક્ષનું પાલન કરે તેમ પંચધાત્રીઓએ પ્રમાદરહિતપણે લાલન કરેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. - અંગુષ્ટપાનની અવસ્થા વ્યતીત થયા પછી બીજી અવસ્થાને પ્રાપ્ત થયેલા ગૃહવાસી અહં તે સિદ્ધઅન્ન(રાંધેલ અન્ન)નું ભજન કરે છે; પરંતુ નાભિનંદન ભગવાન તે ઉત્તરકુરુક્ષેત્રથી દેવતાઓએ લાવેલા ક૯પવૃક્ષનાં ફળે જ આરોગતા હતા અને ક્ષીરસ જળનું પાન કરતા હતા. ગઈ કાલના દિવસની પેઠે બાલ્યવયનું ઉલ્લંઘન કરી સૂર્ય જેમ દિવસનાં મધ્યભાગમાં આવે તેમ પ્રભુએ, જેમાં અવયવે વિભક્ત થાય છે એવા યૌવનને આશ્રય કર્યો. યૌવનાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુના બંને ચરણકમલના મધ્યભાગ જેવા મૃદુ, રક્ત, ઉષ્ણ, કંપરહિત, સ્વેદવજિત અને સરખા તળીઓવાળા હતા. જાણે નમેલા પુરુષની પીડાનું છેદન કરવાનું હોય તેમ તેની અંદર ચક્રનું ચિહ્ન હતું અને લક્ષમીરૂપી હાથિણીને હંમેશાં સ્થિર રાખવાને માટે હોય તેવા માળા, અંકુશ અને ધ્વજાનાં ચિલ્ડ્રન પણ હતાં. જાણે લક્ષ્મીના લીલાભુવન હોય તેવા પ્રભુના ચરણતળમાં શંખ અને કુંભનું તથા પાનીના ભાગમાં સ્વસ્તિકનું ચિહ્યું હતું. પ્રભુને પુષ્ટ, ગોળાકાર અને સર્પની ફણા જે ઉન્નત અંગૂઠે વત્સની જેમ શ્રીવત્સથી લાંછિત હતો. વાયુરહિત સ્થાનમાં રહેલા કપરહિત દીપકની શિખ જેવી, છિદ્રરહિત અને સરલ એવી પ્રભુની આંગળીઓ જાણે ચરણરૂપી કમળનાં પાત્રો હોય તેવી જણાતી હતી. તે અંગુલિતળમાં નંદાવર્તાના ચિહ્ન શોભતાં હતાં, જેના પ્રતિબિંબ ભૂમિ ઉપર પડવાથી ધર્મપ્રતિષ્ઠા હેતુરૂપ થતાં હતાં. જગત્પતિની દરેક આંગળીના પર્વમાં અધેવાપીઓ સહિત જવનાં ચિહ્ન હતાં, તે જાણે પ્રભુની સાથે જગતની લક્ષ્મીના વિવાહને માટે ત્યાં વાવ્યા હોય એમ જણાતું હતું. પૃથુ અને ગોળાકાર પાની જાણે ચરણકમલને કંદ હોય તેવા શુભતી હતી; ન જાણે અંગુષ્ટ અને અંગુલિરૂપી સપની ફણ ઉપર મણી હોય તેવા શોભતા હતા અને ચરણના ગૂઢ બંને ગુફો, સુવર્ણકમલની કળીની કણિકાના ગોલકની શેભાને વિસ્તારતા હતા. પ્રભુના બંને પગનાં તળીઓ ઉપરના ભાગથી કાચબાની પીઠની પેઠે અનુક્રમે ઉનત, નસે ન દેખાય તેવાં, રૂવાંડાથી વર્જિત અને સ્નિગ્ધ કાંતિવાળાં હતાં; ગીરજ ઘાઓ (પીંડીઓ) ધિરમાં અસ્થિમગ્ન થઈ ગયેલ હોવાથી પુષ્ટ, વર્તુલાકાર ૧. એક અખાડાની ભૂમિ. ૨. ચૈત્યપ્રતિષ્ઠામાં નંદાવર્તનું પૂજન થાય છે તેમ અહીં પણ ધર્મરૂપ પ્રતિષ્ઠાનું એ ચિહ્ન સમજવું. ૩ ઘુંટીએ.