________________
- ૬૮
સર્ગ ૨ જે અહીં સ્વામિની મરુદેવા પ્રાત:કાળે જાગ્યા એટલે તેમણે જેમ રાત્રિનું સ્વપ્ન હોય તેમ પિતાને પતિ નાભિરાજાને દેવતાઓના આવાગમન સંબંધી વૃત્તાંત કહ્યો. જગત્પતિના ઉરુને વિષે ઋષભનું ચિહ્ન હતું તેમજ માતાએ સર્વ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જોયો હતો, તેથી હર્ષ પામેલા માતાપિતાએ શુભ દિવસે ઉત્સાહપૂર્વક ઋષભ એવું નામ પાડયું. તે સાથે યુગ્મધમે પ્રસવેલી કન્યાનું સુમંગલા એવું યથાર્થ અને પવિત્ર નામ તેમણે પાડ્યું. વૃક્ષ જેમ નીકનું જળ પીવે, તેમ ઋષભસ્વામી ઈ સંક્રમણ કરેલ અંગૂઠાના અમૃતનું યોગ્ય કાળે પાન કરવા લાગ્યા. પર્વતના મેળામાં (ગુફામાં) બેઠેલે કિશોર સિંહશોભે તેમ પિતાના ઉલ્લંગમાં બેઠેલા બાળક ભગવાન ભતા હતા. પાંચ સમિતિ જેમ મહામુનિને છોડે નહીં તેમ ઈદ્ર આજ્ઞા કરેલી પાંચ ધાત્રીઓ પ્રભુને ક્યારે પણ રેઢા મૂકતી નહોતી.
પ્રભુને જન્મ થયાને એક વર્ષ થવા આવ્યું એટલે સૌધર્મેદ્ર વંશ સ્થાપન કરવાને માટે ત્યાં આવ્યા. સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ એવી બુદ્ધિથી જ જાણે હોય તેમ ઈદ્ર એક હોટી ઈશ્રુટિ સાથે લીધી જાણે શરીરવાળે શરદઋતુ હોય તેમ શોભતો ઈ ઈશુદંડ સહિત નાભિરાજાના ઉત્સંગમાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા એટલે પ્રભુએ અવધિજ્ઞાન વડે ઈદ્રને સંકલ્પ જાણી લઈ હસ્તીની પેઠે તે ઈક્ષુદંડ લેવાને પિતાને કર લાંબે કર્યો. સ્વામીના ભાવને જાણનારા ઇદ્ર મસ્તકવડે પ્રણામ કરીને ભેટની પેઠે તે ઈશ્લલતા પ્રભુને અર્પણ કરી. પ્રભુએ ઈશું ગ્રહણ કરી, તેથી તેમને ઈક્વાકુ એવા નામનો વંશ સ્થાપન કરી ઈદ્ર સ્વર્ગમાં ગયા.
યુગાદિનાથને દેહ વેદ–ગ-મલથી રહિત, સુગંધી, સુંદર આકારવાળે અને સુવર્ણકમલ જેવો શેતે હતો (૧), તેમના શરીરમાં માંસ અને રુધિર ગાયના દૂધની ધારા જેવા ઉજજવળ અને દુર્ગધ વિનાના હતા (૨), તેમના આહારની હારને વિધિ ચર્મચક્ષુને અગેચર હતે (૩) અને તેમને શ્વાસની ખુશબે વિકસિત થયેલા કુમુદની સુગંધ સરખી હતી (૪), એ ચારે અતિશય પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયેલા હતા. વજાઋષભનારાજી સંઘયણને ધારણ કરનારા તે પ્રભુ જાણે ભૂમિભ્રંશના ભયથી હોય તેમ મંદમંદ ચાલતા હતા. વયે તેઓ બાળ હતા તે પણ તેઓ ગંભીર અને મધુર વિનિથી બોલતા હતા, કેમકે લકત્તર પુરુષને શરીરની અપેક્ષાથી જ બાળપણું હોય છે. સમચતુરન્સ સંસ્થાનવાળું પ્રભુનું શરીર, જાણે ક્રીડા કરવાની ઈચ્છાવાળી લક્ષ્મીની કાંચનમય ક્રીડાવેદિકા હોય તેવું શોભતું હતું, સમાન વયવાળા થઈને આવેલા દેવકુમારની સાથે તેમના ચિત્તની અનુવૃત્તિને અર્થે પ્રભુ રમતા હતા. ક્રીડા કરતી વખતે ધૂળથી ધુસર થયેલા અંગવાળા પ્રભુ ઘુઘરમાળ ધારણ કરેલા તેમજ મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીના બાળક જેવા શોભતા હતા. પ્રભુ જે કાંઈ લીલા માત્રથી ગ્રહણ કરતા તે લઈ લેવાને મોટી ઋદ્ધિવાળો કઈ દેવ પણ સમર્થ થતે નહીં. જે કઈ દેવ, બળની પરીક્ષા કરવાને માટે પ્રભુની આંગળી ગ્રહણ કરતે તો પ્રભુના શ્વાસના પવનથી તે રેણુની જેમ દૂર જઈને પડત. કેટલાકએક દેવકમારો કંદુકની પેઠે પૃથ્વી ઉપર આળોટીને પ્રભુને વિચિત્ર કંદુકથી રમાડતા હતા કેટલાક એક દેવકુમાર રાજશુક થઈને ચાટુકારની “જી છે, આનંદ પામો, આનંદ પામો.' એવા શબ્દો અનેક પ્રકારે બોલતા હતા; કેટલાએક દેવકુમારે સ્વામીને રમાડવા માટે મયુર રૂપે થઈને કેકાવાણીથી ષડૂ જ સ્વરમાં ગાયન કરી નાચ કરતા હતા, પ્રભુના મનહર હસ્ત૧. શેરડીનો સાંઠો ૨. તીર્થકરને ૩૪ અતિશય પ્રાપ્ત થાય છે તેમાંથી આ ચાર અતિશયની પ્રાતિ તે જન્મની સાથે જ થાય છે. ૩. પ્રિય બોલનારા.