________________
પર્વ ૧ લું
૭૧ હોય તેવા જણાતા હતા, તે નેત્રે કર્ણ સુધી પહોંચેલા ( લાંબા) અને કજજલના જેવી શ્યામ પાંપણવાળા હતા, તેથી જાણે લીન થયેલા ભ્રમરવાળા વિકસ્વર કમલ હોય તેવા જણાતા હતા. તેમના શ્યામ અને વક ભવાં દષ્ટિરૂપી પુષ્કરણના તીરમાં ઉત્પન્ન થયેલી લતાની શોભાને ધારણ કરતા હતા; વિશાળ, માંસલ, ગોળ, કઠિન, કોમળ અને સરખું એવું લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું શોભતું હતું અને મૌલિભાગ અનુક્રમે ઉન્નત હતો, તેથી અધમુખ કરેલા છત્રની તુલ્યતા ધારણ કરતો હતો, જગદીશ્વરપણાને સૂચવનારા પ્રભુના મૌલિકત્ર ઉપરના રહેલ ગોળાકાર અને ઉન્નત ઉષ્પષ કળશની શેભાને આશ્રય કરતો હતો અને વાંકડા, કમલ, સિનગ્ધ અને ભ્રમરના જેવા કાળા-મસ્તક ઉપરના કેશ યમુના નદીના તરંગ જેવા શોભતા હતા, પ્રભુના શરીર ઉપર જાણે સુવર્ણના રસથી લીંપેલી હોય તેવી ગેરચંદનના જેવી ગૌર, સ્નિગ્ધ અને સ્વચ્છ ત્વચા શેભતી હતી; અને કમલ, ભ્રમરના જેવી શ્યામ, અપૂર્વ ઉગમવાળી અને કમલતંતુ જેવી ઝીણી રૂંવાટી શોભતી હતી.
એવી રીતે રત્નોથી રત્નાકરની જેમ નાના પ્રકારના અસાધારણ લક્ષણથી લક્ષિત એવા તે પ્રભુ કોને સેવવા યોગ્ય ન હોય ? અર્થાત્ સુર, અસુર અને મનુષ્ય સર્વેએ સેવવા યોગ્ય હતા. ઈદ્ર તેમને હસ્તાવલંબન આપતાં હતા, યક્ષો ચામર વીંઝતા હતા, ધરણેન્દ્ર તેમને દ્વારપાળ થતો હતો, વરુણ છત્ર ધરતે હતો, “ઘણું , ઘણું છો” એમ બેલતા અસંખ્ય દેવતાઓ તેમની તરફ વીંટાઈને રહેતા હતા, તથાપિ કાંઈ પણ ગર્વ નહિ ધારણ કરતા એવા જગત્પતિ યથા સુખ વિહાર કરતા હતા. બલિ ઈંદ્રના ઉસંગમાં ચરણ મૂકી અને ચમરેદ્રના ઉસંગરૂપ પલંગમાં પોતાના દેહનો ઉત્તરભાગ મૂકી દેવતાઓએ લાવેલા આસન ઉપર બેઠેલા અને બન્ને હાથમાં હસ્તશાટક (રૂમાલ) રાખનારી અપ્સરાઓએ ઉપાસના કરેલા પ્રભુ ઘણી વખત અનાસક્તપણે દિવ્ય સંગીત જોતાં હતા.
એક દિવસ બાળપણાને ગ્ય-પરસ્પર ક્રીડા કરતું કોઈ યુગલીઆનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું, તે વખતે દુર્દેવના યોગથી તાડવૃક્ષનું મોટું ફળ તેમાંનાં પુરુષની ઉપર તૂટીને પડયું. કાકતાલીય ન્યાય પ્રમાણે મસ્તક ઉપર પ્રહાર થતાં તે બાળક પુરુષ અપમૃત્યુથી પંચત્વ પામી ગયે; એવો બનાવ આ પ્રથમ જ બન્યા. અલ્પકષાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયો. કેમકે અ૫ભારને લીધે તુલા પણ આકાશમાં જાય છે. પૂર્વ મહાપક્ષીઓ પિતાના માળાના કાછની પેઠે યુગલીઆના મૃત શરીરને ઉપાડીને સમુદ્રમાં નાંખી દેતા હતા, પણ હાલ તે અનુભવને નાશ થયે હતો, તેથી તે કલેવર ત્યાં જ પડયું રહ્યું; કારણ કે અવસર્પિણી કાળને પ્રભાવ અવસર્પણ થતો હતે ( આગળ વધતો હત ), તે જેડામાં બાલિકા હતી તે સ્વભાવથી મુગ્ધપણુ વડે શેભતી હતી. પિતાના સહવાસી બાળકનો નાશ થવાથી જાણે વિક્રત થતાં અવશેષ રહેલી હોય તેમ તે ચપલ નેત્રવાળી બાળા ત્યાં બેસી રહી. પછી તેના માતાપિતા તેને ત્યાંથી લઈ જઈ ઉછેરવા લાગ્યા અને તેનું સુનંદા એવું નામ પાડયું. કેટલેક દિવસે તેના માતાપિતા મૃત્યુ પામી ગયા; કારણ કે જુગલીઆઓ અપત્ય થયા પછી માત્ર અમુક દિવસ સુધી જ જીવે છે, માતાપિતાનું મૃત્યુ થતાં તે ચપલલેચના બાલિકા હવે “શું કરવું ?” તે વિચારમાં જડ થઈ ગઈ અને ટોળા ભ્રષ્ટ થયેલી મૃગલીની પેઠે વનમાં એકલી ભમવા લાગી. સરલ ગલીરૂપી પત્રવાળા ચરણોથી પૃથ્વી ઉપર પગલાં ભરતી તે જાણે પૃથ્વી ઉપર વિકસ્વર કમલેને ૧. અકાળ મૃત્યુથી. ૨. વેચાતાં.
યથી. ૨. વેચાતા.