________________
સર્ગ ૨ જો
૫૮
ઇંદ્ર શાભવા લાગ્યા. બીજા દેવતાઓના વિમાનાથી તે વિમાન વીંટાયેલું હતું, તેથી મ’ડલાકાર ચૈત્યેાથી વીંટાયેલુ જેમ મૂળ ચૈત્ય શોભે તેમ તે પણ ઊંચે પ્રકારે શાભતું હતું. વિમાનની સુંદર માણિકયમય ભીંતોની અંદર એક બીજા વિમાનનાં પ્રતિબિંબ પડતાં હતાં, તેથી જાણે વિમાના, વિમાનથી ગભ વાળા થયાં હોય તેવાં જણાતાં હતાં.
દિશાઓના મુખમાં પ્રતિધ્વનિરૂપ થયેલા ખ'દીજનાના જયધ્વનિથી, દુંદુભિના શબ્દોથી અને ગંધર્વાના તથા નાટકનાં વાજીંત્રોના અવાજથી જાણે આકાશને વિદ્યારણ કરતું હોય તેવું તે વિમાન ઇંદ્રની ઇચ્છાથી સૌધર્મ દેવલાકના મધ્યમાં થઈને ચાલ્યુ. સૌધમ દેવલાકની ઉત્તરે થઈ ને જરા વાંકુ (તિચ્છુ") ઉતરતું તે વિમાન લાખ યેાજનના વિસ્તારવાળું હોવાથી, જબુદ્વીપને આચ્છાદન કરવાનુ ઢાંકણું હોય તેવું જણાવા લાગ્યું. તે વખતે રસ્તે ચાલનારા દેવા એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા—હૈ હસ્તિવાહન ! દૂર જાએ, કેમકે તમારા હસ્તીને મારા સિંહ સહન કરશે નહી. હે અશ્વના વાહનવાળા ! તમે જરા છેટે રહેા, આ મારા ઊંટ ક્રોધ પામ્યા છે તે તમારા અશ્વને સહન નહીં કરે, હું મૃગવાહન ! તમે નજીક આવશે નહીં, કેમકે મારા હાથી તમારા મૃગને ઈજા કરશે. હે સર્પના વાહનવાળા ! અહી'થી દૂર જાએ. જુએ, આ મારું વાહન ગરુડ છે તે તમારા સપને કષ્ટ પમાડશે. અરે ભાઈ! તુ' મારી ગતિને વિઘ્ન કરતા આડા કેમ પડે છે અને મારા વિમાનની સાથે તારા વિમાનના સ`ઘટ્ટ કેમ કરે છે ? બીજો કહે, ‘અરે ! હું પછવાડે રહ્યો છું અને ઇંદ્ર શીવ્રપણે ચાલ્યા જાય છે, માટે પરસ્પર અથડાવાથી કાપ કરો નહીં, કેમકે પવના દિવસ સાંકડાં જ હાય છે, અર્થાત્ પર્યંના દિવસેામાં ભીડ જ થાય છે.' આ પ્રમાણે ઉત્સુકપણાથી ઇંદ્રની પછવાડે ચાલનાર સૌધમ દેવલાકના દેવતાઓના માટો કોલાહલ થવા લાગ્યા. એ પ્રસંગે મોટા ધ્વજપટવાળું તે પાલક વિમાન સમુદ્રના મધ્ય શિખરથી ઉતરતું જેમ નાવ શેાભે તેમ આકાશમાંથી ઉતરતુ' શાભવા લાગ્યું. જાણે મેઘમ'ડલ પ`કિત થયેલા સ્વર્ગ ને નમાડતું હોય તેમ વૃક્ષાની મધ્યમાં ચાલનારા હસ્તીની જેમ નક્ષત્રચક્રની મધ્યમાં ચાલતું તે વિમાન આકાશમાં ગતિ કરતું કરતું વાયુના વેગથી અસ`ખ્ય દ્વીપસમુહનું ઉલ્લંઘન કરીને નટ્ઠીશ્વરદ્વીપે આવ્યુ. વિદ્વાન્ પુરુષ જેમ ગ્રંથના સ'ક્ષેપ કરે તેમ તે દ્વીપમાં દક્ષિણ પૂના મધ્યભાગમાં આવેલા રતિકર પર્વતની ઉપર ઇંદ્રે તે વિમાનને સક્ષિપ્ત કર્યું. ત્યાંથી આગળ કેટલાએક દ્વીપસમુદ્રને ઉલ્લધી તે વિમાનના અનુક્રમે તેથી પણ સંક્ષેપ કરતા ઈંદ્ર જંબુઢીપના દક્ષિણ ભરતા માં આદિ તીર્થંકરના જન્મભુવનને વિશે આવી પહેાંચ્યા. સૂર્ય જેમ મેરુપર્યંતની પ્રદક્ષિણા કરે તેમ તેણે તે વિમાનથી પ્રભુના સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી અને પછી ઘરના ખૂણામાં જેમ નિધિ સ્થાપન કરે તેમ ઈશાન ખૂણામાં તે વિમાનને સ્થાપન કર્યું.
પછી મહામુનિ જેમ માનથી ઉતરે (માનના ત્યાગ કરે) તેમ વિમાનમાંથી ઉતરીને પ્રસન્ન મનવાળા શકે'દ્ર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાં જ તે દેવાગ્રણીએ પ્રથમ પ્રણામ કી, કેમકે ‘ સ્વામીનું દર્શન થતાં પ્રણામ કરવા તે સ્વામીને પહેલી ભેટ છે,' પછી માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીથી પ્રણામ કર્યાં, કેમકે ભકિતમાં પુનરુકત દોષ થતા નથી. દેવતાઓએ મસ્તક ઉપર અભિષિક્ત કરેલા તે ભક્તિમાન ઈદ્ર, મસ્તક ઉપર અંજલિ જોડી સ્વામિની મરુદેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા- પાતાના ઉદરના રત્નરૂપ પુત્રને ધારણ કરનારા અને જગદીપકને પ્રસવનારા હે જગન્માતા ! હું તને નમસ્કાર કરુ છુ, તમે ધન્ય છેા, તમે પુણ્યવત છે! અને તમે સફળ જન્મવાળા તથા ઉત્તમ