________________
પર્વ ૧ લું અતિકાય અને મહાકાય ગંધર્વોના ઈદ્ર ગીતરતિ અને ગીતયશા અને અપ્રજ્ઞપ્તિ અને પંચપ્રજ્ઞપ્તિ વગેરે વ્યંતરની બીજી આઠ નિકાય જે વાણવ્યંતર કહેવાય છે તેના સેળ ઈકો, તેમાં અજ્ઞપ્તિના ઈદ્ર સંનિહિત અને સમાનક, પંચપ્રજ્ઞપ્તિના ઈંદ્ર ધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઈદ્ર ઋષિ અને ઋષિપાલક, ભૂતવાદિતના ઈદ્ર ઈશ્વર અને મહેશ્વર-કંદિતના ઈદ્ર સુવત્સક અને વિશાલક, મહાકંદિતના ઈદ્ર હાસ અને હાસરતિ. કુષ્માંડના ઈદ્ર તિ અને મહાત, પાવકના ઈદ્ર પવક અને પવકપતી અને
તિથ્થોને અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ બે નામના જ ઈદ્રો-એવી રીતે કુલ ચોસઠ ઈદ્રોઃ મેરુપર્વત ઉપર એક સાથે આવ્યા.
પછી અય્યત ઈદે જિનેશ્વરના જન્મ ઉત્સવને માટે ઉપકરણ લાવવાની આભિગિક દેવતાઓને આજ્ઞા કરી, એટલે તેઓએ ઈશાન દિશા તરફ જઈ, શૈક્રિય સમુદ્દઘાત વડે ક્ષણવારમાં ઉત્તમ પુદ્ગનું આકર્ષણ કરીને સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, સુવર્ણ, રૂપું અને રત્નના, રૂપાના અને રત્નના, તેમજ મૃત્તિકાના એક
જન ઊંચા એવા આઠ જાતિના પ્રત્યેકે એક હજાર ને આઠ સુંદર કળશો બનાવ્યા. કુંભની સંખ્યા પ્રમાણે, તે જ પ્રમાણેની સુવર્ણાદિ આઠ જાતિઓની ઝારીઓ, દર્પણ, રત્નના કરંડિઆ, સુપ્રતિષ્ઠક (ડાબલા), થાળ, પત્રિકા અને પુષ્પોની ચગેરીએ –એ સર્વે જાણે અગાઉથી જ રચી રાખ્યાં હોય તેમ તત્કાળ બનાવીને ત્યાં લાવ્યા. પછી વરસાદના પાણીની પેઠે ક્ષીરનિધિમાંથી તેઓએ તે કળશ ભરી લીધા અને જાણે ઈદ્રને ક્ષીરનિધિના જળનું અભિજ્ઞાન બતાવવાને માટે જ હોય તેમ પુંડરીક, ઉત્પલ અને કોકનદ જાતનાં કમળો પણ ત્યાં સાથે લીધાં. જળ ભરનારા પુરુષો કુંભ વડે જળાશયમાંથી જળ ગ્રહણ કરે તેમ હાથમાં કુંભ ધારણ કરેલા તે દેવોએ પુષ્કરવ૨ સમુદ્રમાંથી પુષ્કર જાતનાં કમળો ગ્ર જાણે અધિક કુંભે કરવાને માટે જ હોય તેમ માગધાદિ તીર્થોમાંથી તેઓએ જળ અને મૃત્તિકા ગ્રહણ કરી. માલ લેનારા પુરુષ જેમ વાનકી ગ્રહણ કરે તેમ ગંગે વિગેરે મહાનદીમાંથી જળ ગ્રહણ કર્યું. જાણે અગાઉથી થાપણ મૂકેલી હોય તેમ કુદ્રહિમવંત પર્વત ઉપરથી સિદ્ધાર્થ (સર્ષ), પુષ્પ, શ્રેષ્ઠ ગંધદ્રવ્ય અને સર્વોષધિ ગ્રહણ કરી. તે જ પર્વત ઉપરનાં પદ્ધ નામના દ્રહમાંથી નિર્મળ, સુગંધી અને પવિત્ર જળ અને કમળ ગ્રહણ કર્યા. એક જ કાર્યમાં પ્રેરેલા હોવાથી જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ બીજાઓએ બીજા વર્ષધર પર્વત ઉપરનાં દ્રોમાંથી પણ પદ્મ વિગેરે ગ્રહણ કર્યા. તે ક્ષેત્રોમાંથી, વૈતાઢથ ઉપરથી અને વિજેમાંથી અતૃપ્ત એવા તે દેવતાઓએ હવામીના પ્રાસાદની જેમ જળ અને કમળ વિગેરે ગ્રહણ કર્યા. જાણે તેમને માટે જ એકઠી કરી રાખેલ હોય તેમ વક્ષસ્કાર પર્વત ઉપરથી બીજી પવિત્ર અને સુગધી વસ્તુઓ તેમણે ગ્રહણ કરી. શ્રેયવડે કરીને જાણે પોતાના આત્માને જ પૂરતા હોય તેમ આળસ રહિત એવા તે દેવાએ દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રમાં રહેલાં દ્રહોનાં જળવડે તે કળશે પૂર્યા (ભર્યા ). ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનમાંથી તેઓએ ગશીર્ષ ચંદન વિગેરે વસ્તુઓ ગ્રહણ કરી. એ પ્રમાણે ગંધકા૨ જેમ સર્વ પ્રકારના ગંધદ્રવ્યને એકઠાં કરે તેમ તેઓ ગંધદ્રવ્ય અને જળને એકઠાં કરીને તત્કાલ મેરુપર્વત ઉપર આવ્યા. ત્ર વૈમાનિકના દશ ઇંદ્ર, ભૂવનપતિની દશ નિકાયના વીશ ઇદ્ર, વ્યંતરના (૩૨) ઈંદ્ર અને જ્યોતિ કેના બે ઈકો ગણતાં ૬૪ ઈંદ થાય છે; પરંતુ જ્યોતિકાના ઇદ્રો સૂર્ય ચંદ્ર નામના અસંખ્યાતા આવતા હોવાથી અસંખ્યાતા ઈંદ્રો પ્રભુને જન્મોત્સવ કરે છે.