________________
પર્વ ૧ લું રૂપી વૃક્ષના અંકુરા હોય તેવા શુભતા હતા. પ્રભુના શરીર ઉપર પડતાં જ મંડલકારે વિસ્તાર પામેલું કુંભજળ મસ્તક ઉપર વેત છત્ર જેવું, લલાટ ભાગને વિષે પ્રસાર પામેલી કાંતિવાળા લલાટના આભૂષણ જેવું, કર્ણ ભાગમાં ત્યાં આવીને વિશ્રાંત થયેલ નેત્રોની કાંતિ જેવું, કપોલ ભાગમાં કપૂરની પત્રવલ્લીના સમૂહ જેવું, મનહર હોઠને વિષે સ્મિત હાસ્યની કાંતિના કલા૫ જેવું, કંઠ દેશને મનહર મોતીની માળા જેવું, સ્કંધ ઉપર ગશીર્ષચંદનના તિલક જેવું, બાહુ, હૃદય અને પૃષ્ઠ ભાગને વિષે વિશાળ વસ્ત્ર જેવું અને કટી તથા જાનુના અંતરભાગમાં વિસ્તાર પામેલા ઉત્તરીય વસ્ત્ર જેવું-એ પ્રમાણે ક્ષીરદધિનું સુંદર જળ ભગવાનના પ્રત્યેક અંગમાં જુદી જુદી શેમાને ધારણ કરતું હતું. ચાતકે જેમ મેઘના જળને ગ્રહણ કરે તેમ કેટલાક દેવતાઓ પ્રભુના સ્નાત્રનું તે જળ પૃથ્વી ઉપર પડતાં જ શ્રદ્ધાથી ગ્રહણ કરવા લાગ્યા. “આવું જળ ફરી અમને ક્યાંથી મળશે ?' એમ ધારી મરુદેશના લોકોની પેઠે કેટલાએક દેવતાઓ તે જળનું પોતાના મસ્તક ઉપર સિંચન કરવા લાગ્યા અને કેટલા એક દેવતાઓ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હસ્તીઓની જેમ અભિલાષપૂર્વક તે જળથી પિતાના શરીરને સિંચન કરવા લાગ્યા. મેરુપર્વતના શિખરોમાં વેગથી પ્રસાર પામતું તે જળ તરફ હજારો નદીઓની કલ્પના કરાવતું હતું, અને પાંડુક, સૌમનસ, નંદન તથા ભદ્રશાળ ઉદ્યાનમાં પ્રસાર પામતું તે જળ નીકની લીલાને ધારણું કરતું હતું. સ્નાત્ર કરતાં કરતાં અંદર જળ ઓછું થવાથી અધોમુખવાળા થતાં ઈદ્રના કુંભે, જાણે સ્નાત્ર જળરૂપી સંપત્તિ ઘટવાથી લજા પામતા હોય તેવાં જણાતા હતા. તે સમયે ઈદ્રની આજ્ઞાને અનુસરનારા આભિયોગિક દેવતાઓ તે કુંભને બીજા કુંભેનાં જળથી પૂરતા હતા. એક દેવતાના હાથમાંથી બીજા દેવતાના હાથમાં એમ ઘણા હાથમાં સંચાર પામતા તે કુંભે શ્રીમંતનાં બાળકોની પેઠે શોભતા હતા. નાભિરાજાના પુત્રની સમીપે સ્થાપન કરેલ કળશની પંક્તિ, આપણુ કરેલા સુવર્ણકમળની માળાની શેભાને ધારણ કરતી હતી. પછી મુખભાગમાં જળને શબ્દ થવાથી જાણે તેઓ અહતની સ્તુતિ કરતા હોય તેવા કુંભને દેવતા એ ફરીથી સ્વામીના મસ્તક ઉપર ઢોળવા, માંડયા. યક્ષે જેમ ચક્રવતીના નિધાન કળશને ભરે તેમ પ્રભુને સ્નાત્ર કરાવતાં ખાલી થયેલા ઈદ્રના કુંભને દેવતાઓ જળથી ભરી દેતા હતા. વારંવાર ખાલી થતા અને ભરાતા તે કુંભે, સંચાર કરનારા ઘંટીયંત્રના ઘડાઓની પેઠે જતા હતા. આવી રીતે અશ્રુતે કે કરોડે કુંભેથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું અને પિતાના આત્માને પવિત્ર કર્યો એ પણ આશ્ચર્ય છે ! પછી આરણ અને અશ્રુત દેવલોકના સ્વામી અય્યતે દિવ્ય ગંધકષાયી વસ્ત્રવડે પ્રભુના અંગને ઉમાર્જિત કર્યું (અંગ લુંછ્યું ). તે સાથે પોતાના આત્માનું પણ માર્જન કર્યું. પ્રાતઃ સંધ્યાની અભ્રલેખા જેમ સૂર્યમંડળને સ્પર્શ કરવાથી શોભે તેમ તે ગંધકષાયી વસ્ત્ર ભગવાનના શરીરને સ્પર્શ કરવાથી શુભતું હતું. ઉન્માર્જિત કરેલું ભાગવતનું શરીર જાણે સુવર્ણસારના સર્વસ્વ જેવા સુવર્ણગિરિ (મેરુ)ના એક ભાગથી બનાવ્યું હોય તેવું ભતું હતું.
પછી આભિયોગિક દેવતાઓએ ગશીર્ષ ચંદનના રસનો કર્દમ, સુંદર અને વિચિત્ર રકાબીઓમાં ભરીને અય્યતેન્દ્ર પાસે મૂક, એટલે ચન્દ્ર જેમ પિતાની ચાંદનીથી મેરુપર્વતના શિખરને વિલેપિત કરે તેમ ઈ પ્રભુના અંગ ઉપર તેનું વિલેપન કરવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ઉત્તરાસંગ ધારણ કરીને પ્રભુની ચોતરફ ઉદ્મ ધૂપવાળા ધૂપધાણા હાથમાં રાખીને ઊભા રહ્યા, કેટલાએક તેમાં ધૂપ ક્ષેપન કરતા હતા તેઓ સિનગ્ધ ધૂમ્ર-રેખાવડે જાણે મેરુપર્વતની બીજી શ્યામ વર્ણમય ચૂલિકા રચતા હોય તેવા જણુતા હતા, કેટલા એક દેવતાઓ પ્રભુની ઉપર ઊંચાં વેત છત્રો ધારણ કરવા લાગ્યા.