________________
પર્વ ૧ લું
૩૭
હવે વજ્રસેન ભગવાનને ઘાતિકમ ૧ રૂપી મળના ક્ષય થવાથી, દર્પણુ ઉપરના મેલના ક્ષય થવાથી જેમ ઉજજવળતા પ્રકટ થાય, તેમ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે વજ્રનાભ રાજાની આયુધશાળામાં સૂર્ય મ`ડળના પણ તિરસ્કાર કરનાર ચક્રે પ્રવેશ કર્યા. ખીજા' તેર રત્ના પણ તેને તત્કાળ પ્રાપ્ત થયાં, “ જળના માન પ્રમાણે જેમ પમિની ઊંચી થાય છે, તેમ સપત્તિ પણ પુણ્યના પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે. ” સુગંધે આકર્ષણ કરેલ ભમરાની જેમ પ્રબળ પુણ્યાએ આકર્ષણ કરેલા નવ નિધિએ તેના ભવનની સેવા કરવા લાગ્યા. પછી તેણે આખી પુષ્કલાવતી વિજય સાધી એટલે સર્વ રાજાઓએ તેમને ચક્રવતી પણાને અભિષેક કર્યા. જાણે વૃદ્ધિ પામતી વયની સ્પર્ધા વડે વધતી હોય તેમ ભાગને ભાગવનારા તે ચક્રવર્તીની ધર્મબુદ્ધિ અધિક અધિક વધવા લાગી. પુષ્કળ જળ વડે જેમ વલ્લી વૃદ્ધિ પામે, તેમ ભવબૈરાગ્યરૂપ સપત્તિ વડે તેની ધર્મબુદ્ધિ પુષ્ટિ પામવા લાગી.
એક વખત જાણે સાક્ષાત્ મેાક્ષ હોય તેવા પરમ આનંદ ઉત્પન્ન કરનારા વાસેન ભગવાન વિહાર કરતા કરતા ત્યાં આવી સમવસર્યા. સમવસરણને વિષે ચૈત્યવૃક્ષની નીચે બેસી તેમણે કાનને અમૃતની પ્રપાર જેવી ધ દેશના દેવાના આરંભ કર્યાં. વજ્રનાભ ચક્રવતી પ્રભુનું આગમન જાણી ખંવર્ગ સહિત રાજહંસની પેઠે જગત્બંધુ એવા જિનેશ્વરના ચરણકમળ સમીપે હષૅથી આવ્યેા. ત્રણ પ્રદક્ષિણા કરી જગતિને વંદના કરી, જાણે નાના ભાઈ હોય તેમ ઈંદ્રની પાછળ તે બેઠા. પછી ભવી પ્રાણીઓના મનરૂપી છીપમાં બાધરૂપી મેાતીને ઉત્ત્પન્ન કરનારી, સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ જેવી પ્રભુની દેશના તે શ્રાવકાગ્રણી સાંભળવા લાગ્યા. મૃગ જેમ ગાયન સાંભળીને ઉત્સુક મનવાળા થાય તેમ ભગવાનની વાણી સાંભળીને ઉત્સુક થયેલ તે ચક્રવતી હર્ષથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા− આ અપાર સંસાર, સમુદ્રની પેઠે દુસ્તર છે. તેમાંથી તારનાર ત્રણ ભુવનના અધિપતિ એવા આ મારા પિતા જ છે. અંધકારની પેઠે પુરુષોને અત્યંત અંધ કરનાર માહને, સૂર્યની પેઠે સર્વ બાજુથી ભેદ કરનારા એવા આ જિનેશ્વર છે. ઘણા કાળથી એકઠા થયેલા આ કરાશિ મહાભય કર અસાધ્ય વ્યાધિરૂપ છે, તેની ચિકિત્સા કરનારા આ પિતા જ છે. વધારે શું કહેવું? પણ કરુણારૂપી અમૃતના સાગરરૂપ આ પ્રભુ દુઃખના નાશ કરનારા અને સુખના અદ્વિતીય ઉત્પન્ન કરનારા છે. અહા ! આવા સ્વામી છતાં પણ માહથી પ્રમાદી થયેલામાં મુખ્ય એવા મેં પાતાના આત્મા કેટલાએક કાળ સુધી વંચિત કર્યાં,’ એમ વિચારી ચક્રવતી એ, ધર્મના ચક્રવતી એવા પ્રભુને ભક્તિથી ગદ્ગદ્ વાણી વડે વિજ્ઞપ્તિ કરી–“ હે નાથ ! અ સાધનને પ્રતિપાદન કરનારા નીતિશાસ્ત્રોએ દર્ભો જેમ ક્ષેત્રની ભૂમિને કથિત કરે તેમ મારી મતિને ઘણાકાળ પંત કથિત કરી, તેમજ વિષયમાં લેલુપ બનેલા મે' નેપથ્ય કથી આ આત્માને નટની પેઠે ઘણી વાર નચાવ્યેા. અમારુ સામ્રાજય અથ અને કામના નિખ'ધન કરનારું છે, તેમાં જે ધર્માં ચિ'તવાય છે, તે પણ પાપાનુબ ́ધક થાય છે. આપ જેવા પિતાના પુત્ર થઇને જો હું સ’સારસમુદ્રમાં ભ્રમણ કરુ' તેા બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શું ફેર કહેવાય ? તેથી જેવી રીતે આપે આપેલા રાજયનું મેં પાલન કર્યું, તેવી જ રીતે હવે હું સ'ચમી સામ્રાજ્યનું પણ પાલન કરીશ માટે તે મને આપે.”
આ પ્રમાણે કહ્યા પછી પાતાના વંશરૂપી આકાશમાં સૂર્ય જેવા ચક્રવતીએ પુત્રને રાજ્ય સોંપી ભગવાનની પાસે વ્રત ગ્રહણ કર્યું. પિતાએ અને જ્યેષ્ઠ ખંધુએ ગ્રહણ કરેલા ૧. આત્માના અનાદિં ગુને ઘાત કરનાર જ્ઞાનાવરણી, દનાવરણી, મેાહની ને અંતરાય એ ચાર મેમાં ઘાતિક કહેવાય છે. ૨. પરબ. ૩. શ્રાવક સમૂહમાં મુખ્ય. * નાટય કર્મ–જુદા જુદા વેષ ધારણ કરવા તે.