________________
સર્ગ ૨ જુ
૪૯ ઉત્પન્ન થયેલ લતા અને વૃક્ષની પેઠે તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. છ માસ સુધી પોતાનાં બે બાળકોને પાળી, જરા અને રોગ વિના મૃત્યુ પામી, વિમલવાહન સુવર્ણ. કુમાર દેવલોકમાં અને તેની સ્ત્રી ચંદ્રયશા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થઈ, કેમકે ચંદ્રનો અસ્ત થતાં ચંદ્રિકા રહેતી જ નથી. તે હસ્તી પણ પોતાનું આયુષ પૂર્ણ કરી નાગકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે કેમકે કાળનું મહાસ્ય જ એવું છે ?
ત્યારપછી ચક્ષુષ્માન્ પણ પોતાના પિતા વિમલવાહનની પેઠે હાકાર નીતિથી જ જુગલીઆઓની મર્યાદા ચલાવવા લાગ્યા. અંતસમય નજીક આવ્યા એટલે ચક્ષુમાન અને ચંદ્રકાંતાથી યશસ્વી અને સુરૂપા નામે યુગ્મધમીં જોડલું ઉત્પન્ન થયું. તેઓ તેવાં જ સંઘયણ અને સંસ્થાનવાળા તથા કોઈક ન્યૂન આયુષ્યવાળા થયા. વય અને બુદ્ધિની. પેઠે તે બંને અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. સાડાસાતશે ધનુષ પ્રમાણ ઊંચા શરીરવાળા, અને નિરંતર સાથે ફરનારા તેઓ તેરણના સ્તંભના વિલાસને ધારણ કરતા હતા. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી ચક્ષુમાન્ સુવર્ણકુમારમાં અને ચંદ્રકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થયાં. યશસ્વી પોતાના પિંતાના ૫૬, ગેપારી જેમ ગયાનું પાલન કરે તેમ સંવ યુગલી આ એનું લીલાથી પાલન કરવા લાગ્યા, પરંતુ તેના વખતમાં મદમાં આવેલા હાથીઓ જેમ અંકુશનું ઉલંઘન કરે તેમ યુગલીઆ અનુક્રમે હાકાર દંડનું ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે યશસ્વીએ માકાર દંડથી તેઓને શિક્ષા કરવા માંડી. કેમકે એક ઔષધિથી રેગ સાથે ન થાય ત્યારે બીજું ઔષધ આપવું જોઈએ. તે મહામતિ યશસ્વી અ૫ અપરાધવાળાને શિક્ષા કરવામાં હાકારનીતિ, મધ્યમ અપરાધ હોય તો બીજી માકાર નીતિ અને જે મોટો અપરાધ હોય તો તે બંને નીતિ વાપરવા લાગ્યો. તે યશસ્વી અને સુરૂપાનું કાંઈક અપૂર્ણ આયુષ્ય
વામાં જેમ બુદ્ધિ અને વિનય સાથે ઉ૫-ન થાય તેમ તેનાથી એક જોડલું ઉપન્ન થયું. માતાપિતાએ, પુત્ર, ચંદ્ર જેવો ઉજજવળ હતો તેથી અભિચંદ્ર નામ પાડયું અને પુત્રી પ્રિયંગુલતાની પ્રતિરૂપ (સદશ) હતી તેથી તેનું પ્રતિરૂપા નામ પાડયું. તેઓ પોતાનાં માતાપિતાથી કાંઈક અલ્પ આયુષ્યવાળા અને સાડાછશે ધનુષ ઊંચા શરીરવાળા હતા. એક ઠેકાણે મળેલા શમી અને પીપળાના વૃક્ષ ની જેમ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. ગંગા અને યમુનાના પવિત્ર પ્રવાહના મિશ્ર થયેલા જળની જેમ તેઓ બંને નિરંતર શેભવા લાગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં યશસ્વી ઉદધિકુમારમાંનું ઉત્પન્ન થયો અને સુરૂપ તેની સાથે જ કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ.
અભિચંદ્ર પણ પિતાની પેઠે તે જ સ્થિતિ વડે અને તે બંને નીતિ વડે સર્વ યુગલીઆઓને શિક્ષા કરવા લાગ્યું. પછી ઘણાં પ્રાણીઓએ ઈચછેલા ચંદ્રમાને જેમ રાત્રિ જન્મ આમ તેમ પ્રાંત અવસ્થાએ પ્રતિરૂપાએ એક જોડલાને જન્મ આપ્યું. માતાપિતાએ પુત્રનું પ્રસેનજિત નામ પાડયું અને પુત્રી સર્વનાં ચક્ષુને મનહર લાગતી તેથી તેનું ચક્ષ:કાંતા એવું નામ પાડયું. તેઓ બંને પોતાના માતાપિતાથી જૂન આયુષ્યવાળા, તમાલના, વૃક્ષ જેવી શ્યામ કાંતિવાળા, બુદ્ધિ અને ઉત્સાહની પેઠે સાથે વૃદ્ધિ પામનારા, છશે ધનુષ પ્રમાણ શરીરને ધારણ કરનારા અને પવિષુવતુ કાળમાં જેમ દિવસ ને રાત્રિ તુલ્ય હોય તેમ રખી કાંતિવાળા થયા. તેમના પિતા અભિચંદ્ર મૃત્યુ પામીને ઉદધિકુમારમાં ઉત્પન્ન થયા અને ૧. ભુવનપતિની દશ નીકાય પૈકી ત્રીજી નીકાય. ૨. બીજી નીકાય. ૩. તે કાળમાં પશુઓ પણ યુગ| લિક થાય છે અને મૃત્યુ પામીને દેવગતિમાં જાય છે. ૪. ભુવનપતિની દશ નીકામાંથી એક નીકાય.
પા તલા અને મેષ રાશિમાં જ્યારે સૂર્ય આવે ત્યારે તેને વિશ્વવત કાળ કહે છે. તકોમાં