________________
૪૫
પર્વ ૨ જુ સાથે છે.” એવી રીતે તેણે કહ્યું તે પણ તેના ભાવને નહીં સમજનારી અને સરલ આશયવાળી પ્રિયદર્શીના બોલી–તમારે મારી સાથે શુ પ્રજન છે?” તેણે કહ્યું- “હે સુભ્ર ! તારા પતિ સિવાય રસજ્ઞ એવા બીજા ક્યા સચેતન પુરુષને તારી સાથે પ્રયજન ન હોય ?”
કણ માં સૂચી (સોય) જેવું અને તેની દુષ્ટ ઈચ્છાને સૂચવનારું અશકદત્તનું વચન સાંભળી પ્રિયદર્શન સકોપ થઈ ગઈ અને નીચું મુખ રાખી આક્ષેપ સહિત બેલી–“રે અમર્યાદ! રે પુરુષાધમ ! તેં આવું કેમ ચિંતવ્યું? અને ચિંતવ્યું તે કહ્યું કેમ ? મૂખના આવા સાહસને ધિક્કાર છે ! વળી રે દુષ્ટ ! મારા મહામાં પતિની તું અવળી રીતે પિતાના જેવી સંભાવના કરે છે તો મિત્રના મિષથી શત્રુ જેવા તને ધિક્કાર છે. રે પાપી! તું અહીથી ચાલ્યા જા, ઊર્ભ ન રહે, તારા દર્શનથી પણ પાપ થાય છે.” એવી રીતે તેણીએ અપમાન કરેલ અશોકદત્ત ચોરની પેઠે શીધ્રપણે ત્યાંથી નીકળ્યો, જાણે ગૌહત્યા કરનારે હોય તે, પાપરૂપી અંધકારથી મલિન મુખવાળે અને વિમનસ્ક અશોકદત્ત ચાલ્યો જતો હતો, તેવામાં સામા આવતા સાગરચંદ્ર તેને દીઠે. સ્વચ્છ અંતઃકરણવાળા સાગરચંદ્ર “હે મિત્ર! તમે ઉદ્વિગ્ન કેમ જણાઓ છો ?' એમ પૂછયું, એટલે માયાના પર્વત જેવા અશકદર દીર્ઘ નિઃશ્વાસ મૂકી, જાણે કષ્ટથી દુઃખી થર્યો હોય તેમ હેઠ ચડાવીને કહ્યું-“હે ભ્રાતા ! હિમાલય પર્વતની નજીક રહેનારાઓને ઠરી જવાનો હેતુ જેમ પ્રગટ છે જો આ સંસારમાં નિવાસ કરનારાઓને ઉગનાં કારણ પ્રગટ જ છે. તે પણ કઠે. કાણે થયેલા ત્રણની જેમ આ વૃત્તાંત તે ગુપ્ત રાખી શકાય તેમ પણ નથી અને પ્રકાશ પણ કરી શકાય તેમ નથી.'
એવી રીતે કહી પિતાના નેત્રમાં કપટ અશ્રુને દેખાવ કરી અશોકદત્ત મૌન રહ્યો એટલે નિષ્કપટી સાગરચંદ્ર વિચાર કરવા લાગ્ય-અહો ! આ સંસાર અસાર છે, જેમાં આવા પુરુષોને પણ અકસ્માત્ આવા સંદેહના સ્થાન પ્રાપ્ત થાય છે; ધૂમાડે જેમ અગ્નિને સૂચવે તેમ ધર્યથી નહીં સહેવાતો એ એને અંત:ઉદ્વેગ બળાત્કારે એનાં અશ્રુઓ સૂચવે છે.” એવી રીતે ચિરકાળ વિચાર કરીને તેના દુઃખથી દુખિત થયેલે સાગરચન્દ્ર ફરીથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહેવા લાગે-“હે બંધુ ! જે અપ્રકાશ્ય ન હોય તે આ તમારા ઉદ્વેગનું કારણ હમણાં જ મને કહે અને તમારા દુ:ખને ભાગ આપીને તમે અલ્પ દુઃખવાળા થાઓ.”
અશોકદરે કહ્યું-“હે મિત્ર! પ્રાણતુલ્ય એવા તમારી પાસે બીજું પણ અપ્રકાશ્ય ન હોય તો આ વૃત્તાંત તો કેમ જ અપ્રકાશ્ય હોય ? તમે જાણો છો કે સંસારમાં સ્ત્રીઓ અમાવાસ્યાની રાત્રિ જેમ અંધકારને ઉત્પન્ન કરે તેમ અનર્થને ઉત્પન્ન કરનારી છે.
સાગરચન્ટે કહ્યું-“હે ભાઈ ! પરંતુ હમણાં તમે સર્પિણીની જેવી કઈ સ્ત્રીના સંકટમાં પડયા છો ?”
અશોકદર કૃત્રિમ લજજાને દેખાવ કરીને બોલ્ય-પ્રિયદર્શન મને ઘણા વખતથી અગ્ય વાત કહ્યા કરતી હતી, પણ કોઈ વખત પોતાની મેળે જ લજજા પામીને રહેશે એમ ધારી મેં સલજજપણે કેટલાક વખત સુધી તેની અવજ્ઞાપૂર્વક ઉપેક્ષા કરી, તે પણ તે તો અસતીને યોગ્ય વચન કહેવાથી વિરામ પામી નહીં. અહો ! સ્ત્રીઓને કેવો અસદ આગ્રહ હોય છે ! હે બંધુ! આજે હું આપને શોધવા માટે તમારે ઘેર ગયો હતે ૧. કચવાતા મનવાળો. ૨. ગુમડાની