________________
સગ ૧ લે વતને તેના બાહુ વિગેરે ભાઈએએ પણ ગ્રહણ કર્યું; કારણ કે તેઓને કુળક્રમ તેવો જ હતે. સુયશા સારથીએ પણ ધર્મના સારથિ એવા ભગવાનની પાસે પોતાના સ્વામીની સાથે જ દીક્ષા ગ્રહણ કરી, કેમકે સેવકે સ્વામીને અનુસરનારા જ હોય છે. તે વજીનાભ મુનિ અ૬૫ સમયમાં શાસ્ત્રસમુદ્રના પા૨ગામી થયા, તેથી જાણે પ્રત્યક્ષ એક અંગપણાને પામેલી જંગમ દ્વાદશાંગી હોય તેવા જણાવા લાગ્યા. બાહુ વિગેરે મુનિઓ અગિયાર અંગના પારગામી થયા. “ક્ષપશમ વડે વિચિત્રતા પામેલી ગુણસંપત્તિઓ પણ વિચિત્ર પ્રકારની હોય છે અર્થાત્ પૂર્વના ક્ષપશમ પ્રમાણે જ ગુણ પ્રાપ્ત થાય છે.” તેઓ સંતોષરૂપી ધનવાળા હતા, તે પણું તીર્થંકરના ચરણની સેવામાં અને દુષ્કર તપ કરવામાં અસંતુષ્ટ રહેતા હતા. માપવાસાદિ તપ કરતા હતા, તે પણ નિરંતર તીર્થકરની વાણીરૂપી અમૃતનું પાન કરતા હતા, તેથી તેઓ ગ્લાનિ પામતા નહોતા. પછી ભગવાન વાસેન તીર્થકર ઉત્તમ શુકલધ્યાનને આશ્રય લઈ દેવતાઓએ જેને મહત્સવ કર્યો છે એવા નિર્વાણપદને પામ્યા. - હવે ધર્મને જાણે બંધુ હોય એવા વજાનાભ મુનિ પિતાની સાથે વ્રત ધારણ કરનારા મુનિઓથી અવૃત થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અંતરાત્માથી જેમ પાંચ ઈંડિયે સનાથ થાય, તેમ વનાભ સ્વામીથી બાહુ વગેરે ચા૨ ભાઈઓ તથા સારથિ-એ પાંચ મુનિએ સનાથ થયા. ચંદ્રની કાંતિથી જેમ પર્વતને વિષે ઔષધિઓ પ્રગટ થાયતેમ
ગના પ્રભાવથી તેમને ખેલાદિ લબ્ધિઓ પ્રગટ થઈ. તેમના શ્લેષ્મને લવમાત્રથી મર્દન કરેલું કુષ્ટ રેગનું શરીર, કોટિવેધ રસ વડે કરીને જેમ તામ્રરાશિ સુવર્ણમય થઈ જાય તેમ સુવણી થતું હતું (ખેલૌષધિ લબ્ધિ). તેમના કાન, નેત્ર અને અંગને મેલ સર્વ રોગીના રોગને હણનારો અને કસ્તુરી જે સુગંધીદાર હતે (જલ્લષધિ લબ્ધિ). તેમના શરીરના સ્પર્શમાત્રથી અમૃતના સ્નાનની પેઠે રોગી પ્રાણીઓ નીરોગી થતા હતા (આમષધિ લબ્ધિ). વરસાદમાં વરસતું અને નદી વગેરેમાં વહેતું જળ તેમના અંગના સંગથી, સૂર્યનું તેજ જેમૂ અંધકારનો નાશ કરે તેમ સર્વ રોગનો નાશ કરતું હતું. ગંધહસ્તીના મદની સુગંધથી જેમ બીજા ગજે દ્રો નાસી જાય તેમ તેમના અંગને સ્પર્શ કરીને આવેલા વાયુથી વિષ વગેરેના દે દૂર જતા હતા. જે કદાપિ વિષ સંયુક્ત અનાદિક તેમના મુખ અથવા પાત્રમાં પ્રવિષ્ટ થયું હોય તે તે પણ અમૃતના પ્રદેશની પેઠે નિષિપણાને પામી જતું હતું. જાણે ઝેર ઉતારવાના મંત્રાક્ષર હોય તેમ તેમના વચનનું સ્મરણ કરવાથી મહાવિષની વ્યાધિથી પીડા પામતા માણસની પીડા દૂર થતી હતી અને છીપનું જળ જેમ મોતીપણાને પામે તેમ તેમના નખ, કેશ, દાંત અને તેમના શરીરથી થયેલું સઘળું ઔષધિપણને પ્રાપ્ત થયું હતું (સર્વોષધિ લબ્ધિ).
વળી સોયના નાકામાં પણ તંતુની પેઠે પ્રવેશ કરવાને સમર્થ થાય એવી અણુત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. મેરુપર્વત પણ જાનુ સુધી આવે એવી પોતાના શરીરને મેટું કરવાની મહત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ જેથી પિતાના શરીરને પવનથી પણ હલકું કરી શકે એવી લઘુત્ર શક્તિ પ્રાપ્ત થઈ. ઇંદ્રાદિક દેવ પણ સહન કરી શકે નહિ એવું વાથી પણ ભારે શરીર કરવાની ગુરુવ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પૃથ્વી ઉપર રહ્યા છતાં પણ ઝાડનાં પાંદડાની જેમ મેરુના અગ્રભાગને તથા ગ્રહાદિકેને સ્પર્શ કરી શકે એવી પ્રાપ્તિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ જેથી ભૂમિની પેઠે જળમાં ગતિ થઈ શકે અને જળની પેઠે ભૂમિને વિષે ઉન્મજજન નિમજજન કરી શકે એવી પ્રાકામ્ય શક્તિ તેમને પ્રાપ્ત થઈ ચક્રવતી અને ઇન્દ્રની ઋદ્ધિ વિસ્તારવાને સમર્થ એવી ઈશવ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. જેથી ૧. અહીંથી લબ્ધિઓનું વર્ણન શરૂ થાય છે. ૨. સુવર્ણ જેવું અથવા સારા વર્ણવાળું,