________________
પર્વ ૧ લું
૩૫ અને પુણ્ય વડે અમને અનુગ્રહ કરે.” મુનિએ ચિકિત્સા કરવાની આજ્ઞા આપી એટલે તેઓ તત્કાળનું ગોમૂતક લાવ્યા; કેમકે સુબૈદ્યો ક્યારે પણ વિપરીત (પાપયુક્ત) ચિકિત્સા કરતા નથી. પછી તેમણે મુનિના દરેક અંગમાં લક્ષપાક તેલ વડે મર્દન કર્યું, એટલે નીકનું જળ જેમ ઉદ્યાનમાં વ્યાપ્ત થઈ જાય તેમ મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપ્ત થયું. ઘણા ઉષ્ણ વીર્યવાળા તે તેલથી મુનિ સંજ્ઞા રહિત થઈ ગયા. ઉગ્ર વ્યાધિ શાંતિમાં ઉગ્ર ઔષધ જ હોય છે, પછી તેલથી આકુળ થયેલા કૃમિઓ, જળ નાંખ્યાથી જેમ દરમાંહેની કીડીઓ બહાર આવે તેમ મુનિના કલેવરમાંથી બહાર નીકળ્યા; એટલે ચંદ્ર જેમ પોતાની ચાંદનીથી આકાશને આચ્છાદિત કરે તેમ છવાનંદે રત્નકંબળથી મુનિને આચ્છાદિત કર્યા. તે રત્નકંબળમાં શીતળપણું હોવાથી સર્વ કૃમિઓ ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન વખતે તપેલા માછલાંઓ જેમ શેવાળમાં લીન થઈ જાય તેમ તેમાં લીન થઈ ગયા. પછી રત્નકંબલને હલાવ્યા વિના ધીમે ધીમે લઈને સર્વ કૃમિઓને ગાયના મૃતક ઉપર નાંખ્યા. પુરુષો સર્વ ઠેકાણે દયાયુકત હોય છે. પછી જીવાનંદે અમૃતરસ સમાન, પ્રાણીને જીવાડનાર ગશીર્ષ ચંદનના વિલેપનથી મુનિની આશ્વાસના કરી. આ પ્રમાણે પ્રથમ ત્વચાગત કૃમિ નીકળ્યા એટલે ફરીથી તેઓએ તૈલાશ્ચંગન કર્યું અને ઉદાન વાયુથી જેમ રસ નીકળે તેમ માંસમાં રહેલા ઘણા કૃમિઓ બહાર નીકળ્યા. પછી પૂર્વની પેઠે રત્નકંબળનું આચ્છાદન કર્યું એટલે બે ત્રણ દિવસના દહીંના જંતુઓ જેમ અળતાના પુટ ઉપર તરી આવે તેમ કૃમિઓ
૨છાદન કરેલા ૨કબળ ઉપર તરી આવ્યા અને તેઓને પૂર્વ ના રીતે ગે મૃતકમાં ક્ષેપન કર્યા. અહે! કેવું તે શૈદ્યનું બુદ્ધિકૌશલ્ય ! પછી મેઘ જેમ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હાથીને શાંત કરે તેમ છવાનંદે ગોશીષચંદનના રસની ધારાથી મુનિને શાંત કર્યા. થોડીવારે ત્રીજી વાર અત્યંગ કર્યું એટલે અસ્થિગત કૃમિઓ રહ્યા હતા તે પણ નીકળ્યા, કેમકે બળવાન રૂછમાન થાય ત્યારે વજપિંજરમાં પણ રહેવાતું નથી. તે કૃમિઓને પણ પૂર્વની રીતે રત્નકંબળમાં લઈ મૃતકોમાં નાંખ્યા. અધમને અધમ સ્થાન જ ઘટે છે. પછી તે વૈશિરોમણિએ પરમ ભક્તિ વડે જેમ દેવને વિલેપન કરે, તેમ ગોશીષચંદનના રસથી મુનિને વિલેપન કર્યું. એ પ્રકારે ઔષધ કરવાથી મુનિ નિરોગી અને નવીન કાંતિ વાળા થયા અને માર્જન કરેલી (ઉજાળેલી) સુવર્ણની પ્રતિમા શોભે તેવા શોભવા લાગ્યા. પ્રાંતે ભક્તિમાં દક્ષ એવા તેઓએ તે ક્ષમાશ્રમણને ક્ષમાવ્યા. મુનિ પણ ત્યાંથી બીજે વિહાર કરી ગયા; કેમકે તેવા પુરુષે એક ઠેકાણે સ્થિતિ કરીને રહેતા નથી.
પછી અવશિષ્ટ રહેલા ગશીર્ષ અને રત્નકંબળને વેચીને તે બુદ્ધિમતોએ સુવર્ણ લીધું. તે સુવર્ણથી અને બીજા પિતાના સુવર્ણથી તેઓએ મેરુના શિખર જેવું અહંત ચૈત્ય કરાવ્યું. જિનપ્રતિમાની પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર એવા તેઓએ કર્મની પેઠે કેટલોક કાળ પણ વ્યતીત કર્યો. અન્યદા મતિમાન્ એવા તે છે મિત્રોને સંગ (વૈરાગ્ય ) પ્રાપ્ત થયે, એટલે તેઓએ કઈ મુનિ મહારાજાની સમીપે જઈ જન્મવૃક્ષના ફળરૂપ દીક્ષા અંગીકાર કરી. એક રાશિથી બીજી રાશિ ઉપર જેમ નવ ગ્રહો કાળે ફર્યા કરે છે તેમ નગર, ગામ અને વનમાં નિયત કાળ રહેતા તેઓ વિહાર કરવા લાગ્યા. ઉપાવસ, છઠ્ઠ અને અઠ્ઠમ વગેરે પરૂપી શરાણથી તેઓએ પોતાના ચારિત્રરત્નને અત્યંત નિર્મળ કર્યું. આહારદાતાને કોઈ જાતની પીડા નહીં કરતા ફક્ત પ્રાણધારણ કરવાના કારણ* ગાયનું મડદુ.