________________
સગ ૧ લે
હતા-સર્વાંગે કૃમિકુથી વ્યાપ્ત થયા હતા, તો પણ તે મહાત્મા કોઈ વખત ઔષધની યાચના કરતા નહાતા. મુમુક્ષુ જના કાયા ઉપર અનપેક્ષાવાન જ હેાય છે.
ગૌમૂત્રિકાના વિધાનથી× ઘેર ઘેર ફરતા તે સાધુને છઠ્ઠને પારણે તેઓએ પોતાના આંગણામાં આવતા જોયા. તે વખતે જગતમાં અદ્વિતીય વૈદ્ય જેવા જીવાનંદને મહીધર કુમારે કાંઈક પરિહાસપૂર્વક કહ્યું-‘તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું વિજ્ઞાન છે અને ચિકિત્સામાં પણ કુશળ છે; પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જોતી નથી, તેમ નિર'તર સ્તુતિ કરનારા-પ્રાર્થના કરનાર-પીડિત જનાની સામે તમે પણ જોતા નથી, પરંતુ વિવેકીએ એકાંત અલુબ્ધ થવુ ન જોઈએ; કોઈ વખતે ધ ને અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારું કુશળપણું છે તેને ધિક્કાર છે કે-આવા રોગી મુનિની પણ તમે ઉપેક્ષા કરી છે ?’ એવુ' સાંભળી વિજ્ઞાનરત્નના રત્નાકર એવા જીવાનંદે કહ્યું-‘તમે મને સ્મરણ કરાવ્યું તે અહુ સારુ' થયું; જગતમાં પ્રાયે બ્રાહ્મણ દ્વેષ રહિત જોવામાં આવતા નથી, વણિક અવંચક હેાતા નથી, દેહધારી નિરોગી હાતા નથી, મિત્રા ઈર્ષ્યા રહિત હોતા નથી, વિદ્વાન્ ધનાઢ્ય હાતા નથી, ગુણી ગ વિનાના હોતા નથી, સ્ત્રી ચાપલ્ય રહિત હાતી નથી અને રાજપુત્ર સારા ચારિત્રવાળા હોતા નથી. એ મહામુનિ અવશ્ય ચિકિત્સા કરવા લાયક છે, પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી તે અ'તરાયરૂપ છે. તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે. પણ ગેાશીષ ચંદન અને રત્નક બળ નથી તે તમે લાવી આપે. તે બંને વસ્તુ અમે લાવશું.' એમ કહી તે પાંચે જણા ચૌટામાં ગયા અને મુનિ સ્વસ્થાને ગયા. તે પાંચ મિત્રાએ ચૌટામાં કાઈ વૃદ્ધ વિક પાસે જઈને કહ્યું-‘અમને ગોશીષ ચંદન અને રત્નક બળ મૂલ્ય લઈને આપો.’ તે વિષ્ણુદ્ધે કહ્યુ− એ દરેક વસ્તુનું મૂલ્ય લાખ સામૈયા છે તે આપીને લઈ જાએ; પર`તુ તે પહેલાં તેનુ' તમારે શું પ્રયેાજન છે તે કહેા.’ તેઓએ કહ્યું–‘જે મૂલ્ય હોય તે લ્યા અને અને વસ્તુ અમને આપેા. તે વડે એક મહાત્માના રોગની ચિકિત્સા કરવાનુ પ્રચાજન છે.’ એમ સાંભળી વિસ્મય પામવાથી તે શેઠના ઉત્તાન લેાચન થઈ ગયા, રામાંચે તેના હૃદયના આનંદ સૂચવ્યા અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા- અહા ! ઉન્માદ, પ્રમાદ અને કામદેવથી અધિક મવાળું આ સવે નુ યૌવન કાં ? અને વયાવૃદ્ધને ઉચિત એવી વિવેકવાળી તેની મતિ કાં ? મારા જેવા જરાવસ્થાથી જર કાયાવાળા માણસોએ કરવા લાયક શુભકામ આ સર્વે કરે છે અને દમન કરવા ાગ્ય ભારનુ તેઓ વહન કરે છે.’ એમ વિચારી વૃદ્ધ વણિકે કહ્યુ -‘ હું ભદ્રે ! આ ગોશીચંદન અને રત્નક બળ લઈ જાએ. તમારું કલ્યાણ થાઓ ! મૂલ્યની કાંઈ જરૂર નથી, એ વસ્તુનુ' ધરૂપી અક્ષય મૂલ્ય હું ગ્રહણ કરીશ, તમાએ સહાદરની પેઠે મને ધર્મ કાર્યમાં ભાગીદાર કર્યા છે.’ એમ કહી તે શ્રેષ્ઠિએ બંને વસ્તુ આપી. પછી ભાવિત આત્માવાળા તે દીક્ષા લઈ પરમપદને પામ્યા.
૩૪
એવી રીતે ઔષધની સામગ્રી ગ્રહણ કરી મહાત્માઓમાં અગ્રણી એવા તે મિત્રો જીવાનન્દની સાથે મુનિ પાસે ગયા. તે મુનિ મહારાજા એક વટવૃક્ષ નીચે જાણે વૃક્ષના પાદ હોય તેમ નિશ્ચળ થઈ કાયાત્સગે રહ્યા હતા. તેમને નમસ્કાર કરી તેઓ મેલ્યા- હે ભગવન્ ! આજે ચિકિત્સાકા થી અમે આપના ધ કાર્યમાં વિઘ્ન કરશુ આપ આજ્ઞા આપે।
× સાધુ વહેારવા જાય ત્યારે ગેામુત્રને આકારે ગૃહપ્રવેશ કરવાનુ` કહેલ છે. એટલે શ્રેણિબ`ધ ન ચાલતાં બંને ખાજી એક પછી એક ઘરે અનુક્રમે જવાથી કોઈ ઘરવાળા પ્રથમથી અસુઝતી તૈયારી કરી શકતા નથી.