________________
પર્વ ૧ લું
૨૭
રાય અને રંકને વિષે સમદષ્ટિવાળા છો તેથી હું વિજ્ઞપ્તિ કરીને પૂછું છું કે આપે સંસારને દુઃખના સદનરૂપ કહ્યો; પરંતુ મારાથી અધિક દુઃખી કઈ છે?' - કેવળી ભગવંતે કહ્યું—“હે દુઃખી બાળા ! હે ભદ્ર! તારે તો શું દુખ છે, તારા કરતાં પણ અત્યંત દુઃખી જીવે છે તેની હકીકત સાંભળ. જેઓ પોતાના દુષ્કર્મના પરિણા મથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલાકનાં શરીર ભેદાય છે, કેટલાકનાં અંગ છેદાય છે અને કેટલાકનાં મસ્તક જુદાં પડે છે, તે નરકગતિમાં પરમાધાર્મિક અસુરોથી કેટલાક પ્રાણીઓ તલ પીલવાની પેઠે યંત્રથી પીલાય છે, કેટલાક કાષ્ઠની જેમ દારૂણ કરવતથી વેરાય છે અને કેટલાએક મોટા લેહના ઘણથી લોહપાત્રની પેઠે કૂટાય છે. તે અસુરે કેટલાકને શૂળીની શય્યા ઉપર સુવાડે છે, કેટલાકને વસ્ત્રની પેઠે શિલાતળ સાથે અફાળે છે અને કેટલાકના શાકની પેઠે ખંડ ખંડ કરે છે. તે નારકી જીવોનાં શરીર વૈક્રિય હોવાથી તરત ફરીથી મળી જાય છે, એટલે તે પરમધામિક પુનઃ તેવી રીતે પીડિત કરે છે એવી રીતનાં દુઃખ ભેગવતાં તેઓ કરુણ સ્વરથી આજંદ કરે છે. તૃષિત થયેલા જીને વારંવાર તપાવેલા સીસાનો રસ પાય છે અને છાયાની ઈચ્છાવાળા પ્રાણીઓને અસિપત્રક નામના વૃક્ષ નીચે બેસાડે છે. પિતાને પૂર્વ કર્મનું સમરણ કરતા તે નારકે મુહૂર્ત માત્ર પણ વેદના વિના રહી શકતા નથી. હે વત્સ! તે નપુંસકવેદી નારકીઓને જે દુઃખ થાય છે તે સર્વનું વર્ણન પણ માણસને દુઃખ ઉત્પન્ન કરે છે.
વળી એ નારકીઓની વાત તો દૂર રહી, પરંતુ પ્રત્યક્ષ દેખાય છે એવા જળચર, સ્થળચર અને આકાશચારી તિર્યંચ પ્રાણીઓ પણ પોતાના પૂર્વ કર્મ વડે પ્રાપ્ત થયેલા અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. જળચર જીવોમાંનાં કેટલાંક તે એકબીજાનું ભક્ષણ કરી જાય છે, કેટલાકને બગલાંઓ ગળી જાય છે. ત્વચાના અર્થી મનુષ્ય તેઓની ત્વચા ઉતારે છે, માંસની પેઠે તેઓ શું જાય છે, ખાવાની ઈચ્છાવાળા તેઓને પકાવે છે અને ચરબીની ઈછાવાળા તેઓને ગાળે છે. સ્થળચર જંતુઓમાં નિર્બળ મૃગ વગેરેને સબળ સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઈચ્છાથી મારી નાખે છે. મૃગયામાં આસક્ત ચિત્તવાળા માંસની ઈચ્છાથી અથવા ક્રીડા નિમિત્તે તે નિરપરાધી પ્રાણીઓનો વધ કરે છે અને બળદ વિગેરે પ્રાણીઓ સુધા–તૃષા-ટાઢ-તડકો સહન કરે, અતિભાર વહન કરવો અને ચાબુક-અંકુશપણને માર ખમવો વગેરે ક્રિયાથી ઘણી વેદના પામે છે. આકાશચારી પક્ષીઓમાં તેતર, શુક, કપત અને ચકલા વગેરેને તેઓના માંસની ઈચ્છાવાળા બાજ, સિંચાનક અને ગીધ પક્ષીઓ પકડીને ખાઈ જાય છે તથા શિકારીઓ એ સર્વને નાના પ્રકારના ઉપાયથી પકડી ઘણી વિટંબના પમાડે છે, તે તિર્યંચને બીજા શસ્ત્ર તથા જળાદિકના પણ અનેક ભય હોય છે, માટે પિતપોતાના પૂર્વ કર્મનું નિબંધન જેને પ્રસાર ન રોકી શકાય એવું છે. કે જેઓને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે તેઓ માં પણ કેટલાક પ્રાણીઓ જન્મથી જ આંધળા, બહેરા, પંગુ અને કઢીઓ થાય છે, કેટલાએક ચેરી કરનારા અને પરસ્ત્રીગમન કરનારા પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષાથી નિગ્રહ પામે છે અને કેટલાક નાના પ્રકારના વ્યાધિઓથી પીડાતા પોતાના પુત્રોથી પણ ઉપેક્ષાને પામે છે. કેટલાએક મૂલ્યથી વેચાયેલા (નોકર, ગુલામ વગેરે) ખચ્ચરની પેઠે પોતાના સ્વામીની તાડના–તર્જના અમે છે, ઘણે ભાર ઉપાડે છે અને ક્ષુધા-તૃષાનાં દુઃખ સહન કરે છે. - પરસ્પરના પરાભવથી કલેશ પામેલા અને પોતપોતાના સ્વામીના સ્વામીત્વથી બદ્ધ * તલવાર જેવા પાંદડાવાળા.