________________
સગ ૧ લે સર્વને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય માનતે હતે. આયુષ્ય પૂર્ણ થયે આર્તધ્યાનમાં જ વર્તનારે તે, કાળ કરી પોતાના ભાંડાગારમાં દુર્ધર અજગર થયે. જે માણસ ભાંડાગારમાં પ્રવેશ કરે તેને અગ્નિ જે સવભક્ષી અને દારુણાત્મા તે અજગર ગળી જવા લાગ્યો. એક સમયે અજગરે મણિમાલીને ભાંડાગારમાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વજન્મના સ્મરણથી તેણે “આ મારો પુત્ર છે,” એમ તેને ઓળખે. તે વખતે જાણે મૂર્તિમાન સ્નેહ હોય તેવી શાંતમૂર્તિને બતાવતા અજગરને જોઈ “આ કોઈ મારે પૂર્વજન્મને બંધુ છે” એમ મણિમાલીના સમજવામાં પણ આવ્યું. પછી જ્ઞાનમુનિની પાસેથી “એ પિતાને પિતા છે' એમ જાણી મણિમાલીએ તેની પાસે બેસી તેને જૈનધર્મ સંભળાવ્યું. અજગરે પણ અત્ ધર્મને જાણી સંવેગભાવ ધારણ કર્યો અને શુભધાનપરાયણ થઈ મૃત્યુ પામી ધ્રુવપણાને પ્રાપ્ત થયે. તે દેવતાએ પુત્રના પ્રેમને લીધે સ્વર્ગમાંથી આવીને એક દિવ્ય મુક્તામય હાર મણિમાલીને અર્પણ કર્યો હતો, જે અદ્યાપિ તમારા હૃદય ઉપર રહેલું છે. આપ હરિશ્ચંદ્રના વંશમાં થયેલા છે અને હું સુબુદ્ધિના વંશમાં થયે છું, માટે ક્રમથી આવેલા આ પ્રચારથી તમે ધર્મને વિષે પ્રવર્તે. હવે મેં તમને અવસર સિવાય ધર્મ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ સાંભળો–આજે નંદનવનમાં બે ચારણ મુનિઓને મેં જોયા. જગતના પ્રકાશને ઉત્પન્ન કરનારા અને મહામોહરૂપી અંધકારને છેદનારા તે મુનિઓ જાણે એક ઠેકાણે મળેલા સાક્ષાત્ સૂર્ય-ચંદ્ર હોય તેવા જણાતા હતા. અપૂર્વ જ્ઞાનથી શોભતા તે મહાત્માઓ ધર્મદેશના આપતા હતા. તે વખતે મેં તેઓને આપના આયુષ્યનું પ્રમાણ પૂછયું, ત્યારે તમારું માત્ર એક માસનું આયુષ્ય બાકી છે” એમ તેઓએ જણાવ્યું. હે. મહામતિ ! એ ઉપરથી હું આપને ધર્મ કરવાની ત્વરા કરું છું.”
મહાબળ રાજાએ કહ્યું-“હે સ્વયં બુદ્ધ ! હે બુદ્ધિના સમુદ્ર ! મારા બંધુ તે તમે એક જ છો, કે જે મારા હિતને માટે લખ્યા કરે છે. વિષયોને આકર્ષેલા અને મોહનિદ્રાથી નિદ્રાળુ થયેલા મને તમે જાગૃત કર્યો તે બહુ સારું કર્યું. હવે મને કહે કે હું શી રીતે ધર્મ સાધું? આયુષ્ય અલ્પ રહ્યું છે, તે તેટલામાં મારે કેટલે ધર્મ સાધવ ? અગ્નિ લાગ્યા પછી તત્કાળ કૂવે ખેદ તે કેમ બને ?' - સ્વયં બુદ્ધ કહ્યું- હે મહારાજ ! ખેદ કરે નહી અને દઢ થાઓ. તમે પરલોકમાં મિત્ર સમાન યતિધર્મને આશ્રય કરે. એક દિવસની પણ દીક્ષા પાળનાર માણસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે સ્વર્ગની શી વાત?” પછી મહાબળ રાજાએ તેમ કરવું સ્વીકારી, આચાર્ય જેમ પ્રાસાદમાં પ્રતિમાનું સ્થાપન કરે તેમ પુત્રને પિતાની પદવી ઉપર સ્થાપન કર્યો. તદનંતર દીન અને અનાથ લોકોને તેણે એવું અનુકંપાદાન આપ્યું કે તેથી તે નગરમાં યાચના કરે એવો કોઈ પણ દીન રહ્યો નહીં. જાણે ઈદ્ર હોય તેમ તેણે સર્વ ચિત્યોમાં વિચિત્ર પ્રકારના વસ્ત્ર, માણિજ્ય, સુવર્ણ અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વજનેને ખમાવી, મુનીંદ્રના ચરણ સમીપે જઈ તેણે મોક્ષલક્ષ્મીની સખીરૂપ દીક્ષા અંગીકાર કરી. સર્વ સાવધયોગની વિરતિ કરવાની સાથે તે રાજર્ષિએ ચતુર્વિધ આહારનું પણ પ્રત્યાખ્યાન કર્યું. પછી સમાધિરૂપી અમૃતના ઝરામાં નિરંતર મગ્ન રહી કમલિનીના ખંડની પેઠે તેઓ જરાપણું ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ મહાસશિરોમણિ તે જાણે ભે જ્ય પદાર્થનું ૧. ભંડારમાં.