________________
૧૦ કે વ્યાપ્યના દરેક અધિકરણમાં પદાર્થત્વ રહેશે. અહીં વ્યાપ્ય દ્રવ્યાદિસખા તમત્વના સાત અધિકરણ નિશ્ચિત છે. તેથી પદાર્થત્વ વ્યાપક હોવાથી તેના પણ સાત અધિકરણ તો માનવા જ પડશે. સાતથી ઓછા ન માની શકાય. આ રીતે “સપ્તપદના ગ્રહણ વિના જ ‘મતિ વધ..” એ નિયમથી પદાર્થની ન્યૂનસંખ્યાનો વ્યવચ્છેદ થઈ જાય છે અને
* મૂલકારશ્રીએ અભાવથી આગળ કોઈ પદાર્થ કહ્યો નથી. તેથી અધિક સંખ્યાનો પણ વ્યવચ્છેદ થઈ જ જાય છે. માટે “સપ્ત' પદનું ગ્રહણ વ્યર્થ છે.
સમા. : અરે ભાઈ! “અતિ વાધછે.” એ ઉક્તનિયમથી ભલે ન્યૂનસંખ્યાનો વ્યવચ્છેદ થાય છે પરંતુ અધિક સંખ્યાની સંભાવના તો ઊભી છે. તે આ પ્રમાણે - “તીર્થરા: વતિન: આ દ્રષ્ટાંતમાં તીર્થકરને ઉદેશીને કેવલિત્વનું વિધાન કરવાનું હોવાથી ઉદેશ્યતાવચ્છેદક તીર્થકરવ’ બનશે અને તેનો વ્યાપક “કેવલિત્વ' વિધેય બનશે. હવે જેવી રીતે કેવલિત્વ' ધર્મ વ્યાપક હોવાથી જ્યાં જ્યાં તીર્થકરત્વ રહેશે તે તે અધિકરણમાં પણ કેવલિત્વ રહેશે અને જ્યાં તીર્થકરત્વ નથી ત્યાં પણ કેવલિત્વ રહેશે. એવી જ રીતે “અતિ વાધજે...' એ ઉક્ત નિયમથી દ્રવ્યાદિસપ્તાન્યતમત્વનો વ્યાપક પદાર્થ હોવાથી દ્રવ્યાદિસપ્તાન્યતમત્વના સાતેય અધિકરણમાં તો પદાર્થત્વ રહેશે જ પણ જ્યાં દ્રવ્યાદિસતા તમત્વ નથી રહેતું ત્યાં પણ પદાર્થત્વને રહેવાની સંભાવના આવશે. તેથી પદાર્થની એ અધિક સંખ્યાના વ્યવચ્છેદ માટે “સપ્ત' પદનું ગ્રહણ કર્યું છે.
શંકા : આ “સપ્ત' પદના ગ્રહણથી અધિક સંખ્યાનો વ્યવચ્છેદ કેવી રીતે કરશો?
સમા. : ન્યાયબોધિનીકારે કહ્યું છે કે “સપ્તપદના ગ્રહણથી “પાર્થતં દ્રવ્યાદ્રિસમાન્યતત્વવ્યાધ્યમ્' અર્થાત્ ‘પદાર્થત્વધર્મ દ્રવ્યાદિસખા તમત્વનો વ્યાપ્ય છે એવા પ્રકારની વ્યાપ્તિનો લાભ થાય છે. તેથી “પદાર્થત્વ' ધર્મ વ્યાપ્ય હોવાથી વ્યાપક એવા દ્રવ્યાદિસમાન્યતમત્વના જેટલા પણ અધિકરણ છે, તે અધિકરણથી વધુ અધિકરણમાં ન રહી શકે. હા! વ્યાપક જેટલા જ વ્યાપ્યના અધિકરણ હોય તો વાંધો નથી. હવે વ્યાપક એવા દ્રવ્યાદિસમાન્યતમત્વના અધિકરણ સાત છે. તેથી વ્યાપ્ય એવા પદાર્થત્વ ધર્મના પણ સાતથી વધારે અધિકરણ ન માની શકાય. માટે ‘પદાર્થની સાતથી અધિક સંખ્યા નથી એ નક્કી થયું. આમ સમ' પદથી પદાર્થની અધિક સંખ્યાનો વ્યવચ્છેદ થાય છે.
શંકાઃ હા! તમારી વાત બરાબર છે પરંતુ પૂર્વે તમે જે “અતિ વાંધ......'નો જે નિયમ આપ્યો છે એમાં ‘વસતિ વધ' પદનું પ્રયોજન શું છે?
સમા.: જો કોઈ બાધક ન હોય તો જ ઉદેશ્યતાવચ્છેદકનો વ્યાપક (= અધિકદેશવૃત્તિ) વિધેય બનશે, બાધક હોય તો અધિકદેશવૃત્તિત્વસ્વરૂપ વ્યાપકત્વ વિધેયમાં ન રહી શકે. દા.ત. તીર્થરા: વિ અષ્ટપ્રાતિહાર્યવન્તઃ અહીં ‘વ’ કાર વિધેયને અધિકદેશવૃત્તિસ્વરૂપ વ્યાપક બનવામાં બાધક છે.
તે આ રીતે..... ઉપરોક્ત નિયમથી તો જ્યાં જ્યાં ઉદેશ્યતાવચ્છેદક તીર્થકરત્વ છે ત્યાં ત્યાં