________________
પદાર્થથી અતિરિક્ત અષ્ટમ પદાર્થ માનવો જોઈએ.
નૈયાયિક : તમારી વાત યોગ્ય નથી કારણ કે સૌપ્રથમ તો શક્તિપદાર્થને માનવાની જ કોઈ જરૂર નથી. કેમ? કાર્ય માત્રની પ્રત્યે પ્રતિબંધકનો અભાવ કારણ મનાય છે. જેવી રીતે ઘટ બનાવવો હોય તો જેમ ચક્ર, ચીવર, પાણી, માટી, દોરી, દંડ વગેરે કારણો છે તેમ વર્ષારૂપ પ્રતિબંધકનો અભાવ પણ કારણ છે. વર્ષો હોય તો ઘટ ન બની શકે. તેવી જ રીતે દાહ પ્રતિ જેમ વનિ કારણ છે તેમ દાહ પ્રતિ મણિને પ્રતિબંધક માનીને મણિના અભાવ (પ્રતિબંધકાભાવ)ને કારણ માની લેવાથી પણ નિર્વાહ થઈ જ જાય છે. શક્તિ નામના નવા પદાર્થની કલ્પના શા માટે કરવી ? (જેની હાજરીમાં કાર્ય ન થાય તેને પ્રતિબંધક કહેવાય છે. આ સામાન્યથી સ્વરૂપ બતાવ્યું પરંતુ શાસ્ત્રીય પરિભાષા તો “રીમૂનામાવતિયોવિં પ્રતિવંધત્વમ્' આ પ્રકારની છે. દા.ત. -- કારણભૂત અભાવ = ઘટ પ્રતિ વર્ષાભાવ, એનો પ્રતિયોગી વર્ષા એ ઘટ પ્રતિ પ્રતિબંધક છે.)
મીમાંસક : તમે દાહ પ્રતિ વનિ અને ચંદ્રકાન્તમણિનો અભાવ= પ્રતિબંધકાભાવ રૂપ બે કારણ માનીને સમાધાન આપ્યું અને અમે દાહ પ્રતિ વનિમાં રહેલી દાતાનુકુલ શક્તિ માનીને જવાબ આપ્યો. તો આમાં તમારો મત શ્રેષ્ઠ છે એવું કઈ રીતે કહી શકાય.
નૈયાયિક : જો દાહ પ્રતિ ચંદ્રકાન્ત મણિરૂપ પ્રતિબંધકના અભાવને બદલે શક્તિને કારણ માનવામાં આવે તો મણિના સમવધાનમાં (=હાજરીમાં) અનંતશક્તિનો નાશ, મણિના અસમવધાનમાં ( ગેરહાજરીમાં) અનંતશક્તિની ઉત્પત્તિ અને ઉત્પત્તિ પૂર્વે અનંતશક્તિનો પ્રાગભાવ માનવો પડશે. આટલી બધી કલ્પના કરવી એ અનુચિત છે. તેમાં મહાગૌરવ છે. આથી પદાર્થો દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે સાત જ છે. તેવું માનવું જ યુક્તિયુક્ત છે. વિશેષાર્થ :
સપ્તપદ ગ્રહણ તત્ર સમગ્ર
શંકા : મૂલકારશ્રીએ જે “સપ્તપદનું ગહણ કર્યું છે તે વ્યર્થ છે. કારણ કે “સપ્તપદ વિના જ ન્યૂનાધિક સંખ્યાનો વ્યવચ્છેદ તો થઈ જ જાય છે.
* ન્યૂન સંખ્યાનો વ્યવચ્છેદ આ પ્રમાણે - નિયમ છે “વસતિ વાધ દૃશ્યતાdછેહવ્યાપર્વ વિધેયે માતે” અર્થાત્ કોઈ બાધક ન હોય તો ઉદેશ્યાવચ્છેદકનો વ્યાપક વિધેય બને છે.
અહીં દ્રવ્યાદિ સાતને ઉદેશીને પદાર્થત્વનું વિધાન કરવાનું હોવાથી “દ્રવ્યાદિ સાત'એ ઉદેશ્ય છે અને ‘પદાર્થત્વ' એ વિધેય છે અને દ્રવ્યાદિ સાતમાં રહેલી ઉદેશ્યતાનો અવચ્છેદક (=અન્યૂનાનતિરિક્ત ધર્મ) જે ‘દ્રવ્યાદિસપ્તાન્યતમત્વ છે તે ઉક્તનિયમથી વ્યાપ્ય (= જૂન દેશમાં રહેનારો) બનશે અને વિધેય જે “પદાર્થત્વ છે તે વ્યાપક (=અધિકક્ષેત્રી) બનશે. તેથી “યત્ર યત્ર દ્રવ્યાકિસતા તનવંતત્ર તત્ર પવાર્થત્વમ્' આવા પ્રકારની વ્યાપ્તિનો લાભ થશે. એટલે