________________
८
तथा हि-वह्निसंयुक्तेन्धनादौ सत्यपि मणिसंयोगे दाहो न जायते तच्छून्येन तु जायते । अतो 'मणिसमवधाने शक्तिर्नश्यति, मण्यभावदशायां दाहानुकूला शक्तिरुत्पद्यत इति कल्प्यते। तस्माच्छक्तिरतिरिक्तः पदार्थ इति चेत् । न । मणेः प्रतिबन्धकत्वेन मण्यभावस्य कारणत्वेनैव निर्वाहे मणिसमवधानासमवधानाभ्यामनन्तशक्ति - तद्ध्वंस- तत्प्रागभाव कल्पनाया अन्याय्यत्वात् । तस्मात्सप्तैवेति सिद्धम् ॥
હવે પદાર્થનો વિભાગ કરે છે - દ્રવ્ય, ગુણ, કર્મ ઈત્યાદિ દ્વારા. તત્ર = મૂલમાં ‘સપ્ત’ શબ્દનું ગ્રહણ ‘પદાર્થત્વ ધર્મ દ્રવ્યાદિસમાન્યતમત્વથી વ્યાપ્ય છે' આવા પ્રકારની વ્યાપ્તિના બોધમાટે કર્યું છે. શક્તિવાદ
મીમાંસક શક્તિ નામનો આઠમો પદાર્થ હોવા છતાં તમે ‘સાત જ પદાર્થ છે’ એવું શા માટ કહો છો ? કારણ કે કાષ્ઠાદિરૂપ ઈન્ધનમાં અગ્નિનો સંયોગ હોવા છતાં પણ જો, ત્યાં ચંદ્રકાન્તમણિ મૂકવામાં આવે તો દાહ થતો નથી અને ત્યાંથી જો ચંદ્રકાન્તમણિને લઈ લેવામાં આવે તો દાહ ઉત્પન્ન થાય છે. આથી અમારું માનવું છે કે, મણિ જ્યારે હાજર હોય ત્યારે વિહ્નમાં દાહને અનુકુલ શક્તિ = દાહને ઉત્પન્ન કરનારી શક્તિ નાશ પામે છે. (તેથી દાહ થતો નથી.) અને મણિને જ્યારે દૂર લઈ જવામાં આવે ત્યારે, દાહને અનુકુલ શક્તિ ઉત્પન્ન થાય છે. (તેથી દાહ થાય છે.) આથી એ સિદ્ધ થાય છે કે શક્તિ નામનો અતિરિક્ત પદાર્થ છે.
નૈયાયિક : મીમાંસક! ચલો, એક ક્ષણ માટે ‘શક્તિ’ નામના પદાર્થને માની પણ લઈએ, છતાં અમે જે સાત પદાર્થો માન્યા છે તેમાં જ તેનો સમાવેશ કરી લઈશું.
→
મીમાંસક : અરે ભાઈ! ‘શક્તિ’નો સાત પદાર્થોમાંથી એકેયમાં સમાવેશ થતો નથી. તે આ પ્રમાણે (૧) શક્ત્તિ: દ્રવ્ય-મુળ-ભિન્ના ગુણવૃત્તિત્તાત્ । શક્તિ દ્રવ્ય, ગુણ અને કર્મથી ભિન્ન છે કારણ કે શક્તિ ગુણમાં રહે છે અને દ્રવ્ય, ગુણ, કર્મ તો ગુણમાં રહેતા નથી. શક્તિ ગુણમાં કેવી રીતે રહે છે ? ‘વાલરૂપે ઘટરૂપસ્ય ઉત્પાવિના શત્તિ: વર્તતે' અર્થાત્ ‘કપાલરૂપમાં ઘટરૂપની ઉત્પાદક શક્તિ છે' એવું મનાય છે. આથી ‘શક્તિ’ દ્રવ્ય, ગુણ, કર્મ સ્વરૂપ નથી.
(૨) શત્તિ: સામાન્યાવિવમિના ઉત્પત્તિમત્ત્વ સતિ વિનાશશાક્તિત્વાત્। સામાન્ય, વિશેષ અને સમવાય તો નિત્ય છે અને શક્તિ ઉત્પત્તિમદ્ અને વિનાશી છે તેથી શક્તિ સામાન્ય, વિશેષ અને સમવાય સ્વરૂપ નથી. હવે રહ્યો અભાવ પદાર્થ. તે પણ ચાર પ્રકારે છે. એમાંથી અત્યંતાભાવ અને અન્યોન્યાભાવ નિત્ય હોવાથી ઉત્પાદ અને વિનાશશાલી નથી. પ્રધ્વંસાભાવ ઉત્પત્તિમદ્ હોવા છતાં વિનાશી નથી. તથા પ્રાગભાવ વિનાશી હોવા છતાં ઉત્પત્તિમદ્ નથી. જ્યારે શક્તિ તો ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણ પામે છે. તેથી ‘શક્તિ’ અભાવ સ્વરૂપ પદાર્થના પ્રત્યેક ભેદથી પણ ભિન્ન છે.
આ રીતે શક્તિનો સાતેય પદાર્થમાં ક્યાંય સમાવેશ થતો ન હોવાથી, શક્તિને સાત