________________
૬
છે કે નહીં... એવું વિચારવું તેને પરીક્ષા કહેવાય છે.
ઉદેશના કથનથી પક્ષનું જ્ઞાન થાય છે, લક્ષણથી ઈતરભેદનું જ્ઞાન થાય છે અને પરીક્ષા કરવાથી લક્ષણમાં દોષનો પરિહાર થાય છે. (દા.ત.→ પૃથિવી, જલ... ઇત્યાદિથી પૃથિવીનું નામમાત્રથી કથન કર્યા પછી ‘પૃથ્વી, ફતરમેવવતી, ગન્ધવત્ત્તાત્' એવું અનુમાન કરીએ ત્યારે પૃથિવીરૂપ ઉદેશ ‘પક્ષ’ તરીકે ભાસિત થાય છે, ‘ગન્ધવત્ત્વ’ રૂપી લક્ષણ અનુમાન કરતી વખતે હેતુ તરીકે ભાસિત થાય છે, અને તેના દ્વારા ‘ઈતરભેદ’ રૂપ સાધ્યની સિદ્ધિ થાય છે તથા પરીક્ષા દ્વારા ‘ગન્ધાત્મક’ લક્ષણના દોષનો પરિહાર થાય છે.)
વિશેષાર્થ :
:
શંકા ‘ગન્ધ’ને જ પૃથ્વીનો અસાધારણધર્મ કેમ કહ્યો, ‘નીલત્વાદિ’ ધર્મને કેમ નહીં ? કારણ કે નીલત્વાદિ પણ પૃથિવી માત્રમાં જ રહે છે...
જ
સમા.
જે લક્ષ્યતાવચ્છેદકનો સમનિયત ધર્મ બને તે જ અસાધારણધર્મ = લક્ષણ કહેવાય છે. નીલત્વાદિ ધર્મ પૃથિવી માત્રમાં રહેવા છતાં લક્ષ્યતાવચ્છેદક જે પૃથિવીત્વ છે, એનો સમનિયત ન હોવાથી પૃથિવીનો અસાધારણ ધર્મ ન કહી શકાય.
શંકા : સમનિયત ધર્મ કોને કહેવાય?
સમા. જ્યાં ‘A’ વસ્તુ રહેતી હોય ત્યાં ‘B’ વસ્તુ પણ અવશ્ય રહે, અને જ્યાં ‘B’ વસ્તુ રહેતી હોય ત્યાં ‘A’ વસ્તુ પણ અવશ્ય રહે તો ‘A’ અને ‘B’ વસ્તુ બન્ને પરસ્પર સમનિયત કહેવાશે. પ્રસ્તુતમાં લક્ષ્યતાવચ્છેદકીભૂત પૃથિવીત્વનો સમનિયત ‘ગન્ધ’ છે કારણ કે જ્યાં જ્યાં પૃથિવીત્વ છે ત્યાં ત્યાં ગન્ધ છે, અને જ્યાં જ્યાં ગન્ધ છે ત્યાં ત્યાં પૃથિવીત્વ પણ છે. પરંતુ ‘નીલત્વ’ ધર્મ પૃથિવીત્વ ધર્મનો સમનિયત નથી કારણ કે જ્યાં જ્યાં નીલત્વ છે ત્યાં ત્યાં પૃથિવીત્વ રહેવા છતાં પણ જ્યાં જ્યાં પૃથિવીત્વ છે ત્યાં ત્યાં નીલત્વ નથી, શ્વેતવસ્ત્રમાં ‘પૃથિવીત્વ’ તો છે પરંતુ ‘નીલત્વ’ નથી. પદાર્થ - નિરૂપણ
મૂતમ્ ઃ
द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाभावाः सप्त पदार्थाः ।
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાર્થ છે. વિશેષાર્થ : શંકા : ઉદ્દિષ્ટસ્ય નક્ષળમ્, લક્ષિતસ્ય વિમારા ‘ગ્રન્થમાં ઉદિષ્ટ = નામ માત્રથી જણાવાયેલી વસ્તુનું સૌ પ્રથમ લક્ષણ કરવું જોઈએ અને પછી વિભાગ ક૨વો જોઈએ’ આ નિયમાનુસાર મૂળમાં પદાર્થનું લક્ષણ ન કરતા પદાર્થનો સીધો વિભાગ શા માટે કર્યો છે ?
સમા. : પદાર્થનો જે સામાસિક વિગ્રહ છે તે જ પદાર્થનું લક્ષણ છે. આશય એ છે કે ‘પવસ્થ અર્થા: = પાર્થા:’ અહીં ‘અર્થ’ શબ્દ ગત્યર્થક ‘ઋ’ ધાતુ પરથી બનેલો છે અને ગત્યર્થક ધાતુ જ્ઞાનાર્થક પણ કહેવાતો હોવાથી અહીં ‘ઋ’ ધાતુ જ્ઞાનાર્થક સમજવો, ‘અર્થ’ પદનો વાચ્યાર્થ ‘પ્રતીતિવિષયત્વ' કરવો, અને વિગ્રહમાં જે ષષ્ઠી છે તેનો અર્થ ‘જન્યત્વ’