________________
વિશેષાર્થ : શંકા : વિશ્વેશનો અર્થ “જગત્કર્તા' શા માટે કર્યો?
સમા. : વિશ્વનું નિર્માણ કરનારને વિશ્વેશ કહેવાય છે અને વિશ્વને પોતાના બળથી જીતનાર ચક્રવર્તીને પણ વિશ્વેશ કહેવાય છે. અહીં ‘વિશ્વેશ' પદથી જગત્સર્જક જ ઈષ્ટ છે. તેથી અહીં વિશ્વેશનો અર્થ “જગત્કર્તા' કર્યો છે.
શંકા : “જગત્કર્તા” અર્થ કર્યા પછી વિશ્વેશનો અર્થ “સામ્બમૂર્તિ શા માટે કર્યો?
સમા. : જગત્કર્તા અરૂપી હોવાથી તેનું ધ્યાન કરવું અશક્ય છે. અને જો ધ્યાન જ ન થઈ શકે તો મૂળ ગ્રન્થનો ‘નિધાય હદિ વિજેશં' = “વિશ્વેશને હૃદયમાં ધારણ કરીને આવો અર્થ અસંગત થશે. તે કારણથી ‘વિશ્વેશ' પદનો અર્થ, “સાઅમૂર્તિ કર્યો છે. “સામ્બમૂર્તિ રૂપી હોવાથી મૂર્તિનું ધ્યાન થઈ શકે છે.
અને હા, ધ્યાન એ મનનો વિષય છે. તેથી મૂળગ્રન્થના “નિધાય દૃદ્ધિ’ એ પદને સંગત કરવાના આશયથી “હદિ’નો અર્થ “મનસિ કર્યો છે.
બાલનું લક્ષણ વાતિ-વ્યાત્તિા અહીં ‘જે વ્યાકરણ, કાવ્ય અને કોશ ભણ્યા છે અને ન્યાયશાસ્ત્ર નથી ભણ્યા તેને બાલ કહેવાય છે. પરંતુ ધાવતા બાળકોને અથવા જે થોડું થોડું સમજે છે તેને બાલ તરીકે સમજવાના નથી.)
* જો માત્ર ‘વ્યાકરણ, કાવ્ય અને કોશનું અધ્યયન જેને કર્યું હોય તેને બાલ કહેવાય એવું જ કહીએ તો વ્યાસાદિમાં અતિવ્યાપ્તિ આવશે. અર્થાત્ વ્યાસ વગેરે જે વ્યાકરણ, કાવ્ય, કોશના મહાન વેત્તા છે તે પણ બાલ કહેવાશે. પરંતુ “અનધીતન્યાયશાસ્ત્રઃ' એ પદ મૂકવાથી બાલનું લક્ષણ વ્યાસાદિમાં નહીં જાય. કારણ કે વ્યાસ વગેરે જેમ વ્યાકરણાદિને ભણેલા છે તેમ ન્યાયશાસ્ત્રને પણ ભણેલા છે.
* જો માત્ર મનથીતન્યાયશાસ્ત્ર: વાત?” અર્થાત્ “જે ન્યાયશાસ્ત્ર ન ભણ્યા હોય તે બાલ કહેવાય” આટલું જ બાલનું લક્ષણ કરીએ તો સ્તiધય = ધાવતું બાળક પણ ન્યાયશાસ્ત્રને ભણ્યો ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘કથીતારણ...” એ પદ મૂકશું તો સ્તનંધયમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ધાવતું બાળક ભલે ન્યાય શાસ્ત્ર ન ભણ્યો હોય પરંતુ વ્યાકરણ, કાવ્ય તથા કોશ પણ ભણ્યો નથી.
સુતિ....મંતવ્યમ્ સુન = અનાયાસેન= અલ્પપ્રયત્નવડે. બોધાય = પદાર્થોનું તત્ત્વજ્ઞાન કરવા માટે. યથાર્થજ્ઞાનનો વિષય તર્કકહેવાય છે. તાદેશ વિષય દ્રવ્યાદિ સાત પદાર્થ જ છે અને એ પદાર્થોનો સંગ્રહ = તર્કસંગ્રહ અર્થાત્ સંક્ષેપથી જેમાં ઉદેશ, લક્ષણ અને પરીક્ષાનો સમાવેશ હોય એવો ગ્રંથ તે તસંગ્રહ ગ્રન્થ છે. નામમાત્રથી વસ્તુનું કથન કરવું તે ઉદેશ કહેવાય છે. દા.ત. -- ‘દ્રવ્ય, ગુણ, કર્મ.” ઇત્યાદિ. વસ્તુના અસાધારણ ધર્મને લક્ષણ કહેવાય છે. દા.ત. - અન્યવેત્ત્વમ્ આ પૃથ્વીની અસાધારણધર્મોવાથી લક્ષણ છે અને લક્ષિત = જેનું લક્ષણ કર્યું હોય, તેમાં લક્ષણ ઘટે