________________
૨૬
૨) ત્યાંથી નીકળી ત્રસપણું પામવું ઘણા કરે પણ દુર્લભ છે. ૩) ત્યાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું મહાકષ્ટથી પણ દુર્લભ છે. ૪) પંચેન્દ્રિય કદી થાય તો અસંજ્ઞિ - મનરહિત થાય છે ત્યાં સ્વ-પરનો ભેદ જાણતો નથી. કદાચિત મનસહિત સંજ્ઞિ પણ થાય તો તિર્યંચ થાય છે. ૫) તિચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી દુર્લભ છે. ૬) મનુષ્ય પણ થાય અને આર્યખંડમાં પણ ઉપજે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. ૭) વળી ત્યાં પણ જો ધનવાનપણું પામે તો પણ ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. ૮) કદાચિત ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગ સહિત દેહ પામે પણ નિરોગ હોવું દુર્લભ છે. ૯) કદાચિત નિરોગ પણ થાય તો ત્યાં દીર્ધાયુ ન પામે, એ પામવું દુર્લભ છે. ૧૦) કદાચિત દીર્ધાયુ પણ પામે ત્યાં શીલ અર્થાત્ ઉત્તમ પ્રકૃત્તિ - ભદ્ર સ્વભાવ ન પામે. કદાચ તે પામે તે સાધુ પુરુષોની સંગતિ અતિ દુર્લભ છે. ૧૧) કદાચિત સંગતિ પામે તો ધર્મનો સત્ બોધ(ઉપદેશ) સાંભળવો અતિ દુર્લભ છે. તત્ત્વની સમજણ અતિ દુર્લભ છે. ૧૨) અને સાચી સમજણ પ્રાપ્ત કરી સત્ શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે. સમ્યગ્દર્શન પામવું અતિ અતિ દુર્લભ છે. આવું મનુષ્યપણું પામી જે આ નથી પામતો તેનું જીવન સાર્થક નથી. ૧૩) જીવ સંસારી અને મુક્ત એવા બે ભેદવાળા છે. કર્મસહિત જીવોને સંસારી અને કર્મરહિત જીવોને મુક્ત કહેવામાં આવે છે. ૧૪) આ ભેદો જીવોની વર્તમાન વર્તતી દશાથી છે માટે તે ભેદો અવસ્થા(પર્યાય) દષ્ટિએ છે. નિશ્ચય (સ્વરૂપ અર્થાત્ દ્રવ્ય) દષ્ટિએ બધા જીવો સરખા છે. ૧૫) રાંસારી જીવો અનંતાનંત છે. મુક્ત જીવો અનંત છે, મુક્ત શબ્દ એમ પણ સૂચવે છે કે પૂર્વે તે જીવોની સંસારી અવસ્થા હતી પણ તેઓએ સાચી સમજણ કરીને મુક્ત અવસ્થા પ્રગટ કરી છે. ૧૬) જીવને સંસારીદશા હોવાનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા છે; તે ભ્રમણાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. એ મિથ્યાદર્શનથી જીવને પાંચ પ્રકારના પરિવર્તનો થાય છે, સંસારચક્ર ચાલે છે. ૧૩) જીવ અનાદિથી મિથ્યાદષ્ટિ હોય છે; પોતાની પાત્રતા કેળવી સત્સમાગમ સમ્યગ્દષ્ટિ થાય છે. જીવન પર પ્રત્યેની એકત્વ બુદ્ધિના કારણે મિથ્યાદષ્ટિપણું હોય છે. જ્યાં સુધી જીવનું લક્ષ પર ઉપર હોય છે એટલે કે પરથી મને લાભ-નુકસાન થાય છે એમ તે માને છે ત્યાં સુધી તેને પરવતુરૂપ કર્મ અને નોકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે અને પાંચ પરિવર્તન - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ - સંસારમાં ભ્રમણ કરે છે.