________________
પ્રગટ કર્યો છે. અર્થાત્ “ હું સામાયિક શામાટે કરું છું” ? એમ જે જે પ્રશ્ન પુસ્તકાને ધ્યાનસ્થ વિચારના શિર્ષકમાં ઉઠાવ્યા છે તે બુદ્ધિ જન્ય કલ્પનાઓ નથી પણ પિતાના અંતરમાં ધ્યાન પ્રસંગે ઉદ્દભવેલી અંતર ભાવનાઓની ઉર્મીઓ છે. શ્રી ગુરૂકુળના વિશાલ કામની પ્રવૃત્તિમાં ગુંથાએલા છતાં પણ રાત્રીના વખતે જ્યારે જ્યારે નિવૃત્તિ મળતી હતી ત્યારે ત્યારે સામાયિકના વાસ્તવ્ય સ્વરૂપને સમજવાને તથા લખવાને પ્રયાસ કરેલ તેમજ પ્રાતઃકાળમાં અમુક વખત તેને વાસ્તવ્ય સ્વરૂપ વિચારવા ધ્યાનમાં બેસતાં જે જે ભાવનાઓ આવિર્ભાવ પામેલી તેને ટુંકસાર રૂપે વૃત્તિશાંત, સ્થિરતા, અનિત્યાદિ બાર ભાવના, વિશાળ દષ્ટિ, સમતાભાવ, ઉપશમભાવ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉપાસેનું ચિન્તવન આદિ જે જે ભાવનાઓનું સ્વરૂપ વિકસ્વર પામેલું તેને જાતિ અનુભવને પણ ચિતાર સાથે આપીને સામાયિકના સ્વરૂપને સચ્ચેટ રીતે વિકસ્વિત કરેલું છે. આ પુસ્તક સાવંત વાંચવા વિચારવા દરેક જીજ્ઞાસુઓ અને ધમ પિપાસુઓને વિજ્ઞપ્તિ છે. ૩૪ શાંતિ.
લી. સંતચરણપાસક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com