________________
નવકાર સૂત્ર.
[૬૫] કલ્યાણરૂપ આ સૂત્રને કહેલ છે. તેનું ધ્યાનપૂર્વક મનન કરવાથી આત્માનું અતિ કલ્યાણ થાય છે. તેમ સર્વ મંગળમાં એ મુખ્ય મંગળરૂપ છે. જગતના સર્વ મનુષ્યમાં એવું કેઈ નથી કે જે સ્વમંગળ ઈચ્છતું ન હોય માટે સ્વમંગળ ઈચ્છક જનેએ હંમેશાં નવકાર મંત્ર ગણ અને તેનામાં ચિત્ત રક્ત કરવું. આ સર્વ મંગળમાં પ્રધાન એવા નવકાર પદનું આરાધન કરવું. એ હિતકર છે આ મંત્રનું સામાયિકની કિયા વિના પણ સુતાં, બેસતાં, ઉઠતાં, હરતાં, ફરતાં, પણ સ્મરણ કરવામાં આવશે તે તે સ્મરણ કરનારને અવશ્ય ફળદાયી થશે. જેટલા શ્વાસેશ્વાસ તેનાથી ભરાશે તેટલું તે આત્મહિત કારી છે એવું શ્રી વિતરાગ પ્રભુનું વચન છે. માટે સ્વપર કલ્યાણ ઈચ્છક જનેએ જેમ બને તેમ આ મંત્રને વિશેષ પ્રમાણમાં જાપ કરે અને તે મંત્રને હમેશાં હૃદય સાથે જ રાખ જેથી આ ભવ અને પરભવ ઉભય કલ્યાણ રૂપ થશે. જે મનુષ્ય વિશુદ્ધભાવે હદલાસપૂર્વક આઠકરોડ આઠહજાર આઠસોને આઠ નવકાર ગણે તે તેનું
ફળ એટલું છે કે તે અવશ્ય શાશ્વતસ્થાનમુકિત પામે. પ્રય પંચપરમેષ્ટિમાં પહેલાં શ્રી અરિહંત પ્રભુ આવે છે તે
અરિહંત શબ્દના કેટલા અર્થ થાય છે તે કહો.
ઉ૦ શ્રી અરિહંત પ્રભુના ત્રણ અર્થ થાય છે. (૧) અહંત એ
ટલે જે પૂજા સત્કાર કરવા યોગ્ય છે તે (અહિતમાં અહ ધાતુ છે અને તેને અર્થ એગ્ય થવું થાય છે) (૨) અરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com