________________
[૧૨૦]
સામાયિક સદબોધ.
આ સૂત્રને ઉદેશ. તેને ઉદ્દેશ એ છે કે પરમાત્મા જેવા પવિત્ર આત્માઓનું સ્તુતિ સાથે વંદન કરવું અને બીજો ઉદ્દેશ તે ૫વિત્ર આત્માઓ પ્રત્યે પ્રાર્થના કરવાનું છે. આ ઉદ્દેશને
ધ્યાનમાં રાખીને નમ્રતા અને ગંભીરાઈથી કાઉસગ્નમાં લેગસનું ચિંતવન કરવું તેજ તેને ખરેખર મર્મ છે.
લુગડામાંથી જ્યારે મેલ કાઢી નંખાય છે. ત્યારપછી જ તેના ઉપર રંગ ચઢે છે અને ત્યારેજ રંગ સારી રીતે આપે છે. તેમ કાઉસગ્નમાં કાયિક, વાચિક અને માનસિક વ્યાપારની શુદ્ધિ થવાથી તે બરોબર પ્રભુની સ્તવનામાં તટસ્થતા જાળવી શકે છે અને તેથી આત્માને ઉત્કર્ષ કરી શકાય છે. તેને ઉદ્દેશ પ્રભુના ગુણેની સ્તવના કરી તેમના નામનું સ્મરણ કરી, પ્રભુભક્તિમાં લીનતા જગાડવી તેજ છે. ભેંસ જ્યારે ખીલે બાંધેલી હોય છે ત્યારે તે કુદાકુદ કરી શકતી નથી અને બરાબર દુધ આપે છે. તેવી રીતે પાપના વિચારે મગજમાંથી દુર થયા પછી મન ભકિતમાં જોડાવાથી તલ્લીન રહે છે. અને પ્રભુભક્તિ એ જ ભવનિસ્તારનું કારણ છે. મનુષ્યભવના તારણ માટે જ્ઞાનગ, કિયાગ, કમગ, અને ભક્તિયોગ છે. તેમાં આ ૫ડતા કાળમાં ભકિત ગનીજ પ્રાધાન્યતા છે. અને તે આત્માથી જનેને તરવાને લીધે રાજમાર્ગ છે. બાકીના યોગો તે કોઈ વિરલા માટે છે પરંતુ જે ભક્તિયોગ છે તે સર્વને માટે સામાન્ય માર્ગ છે, માટે કાયિક, વા
ચિક અને માનસિક શુદ્ધિ કર્યા પછી મનને ભકિતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com