________________
[૧૨]
સામાયિક સદબોધ.
સ્તુની શ્રદ્ધાની માગણી કરેલ છે. આ સમ્યક્ત્વને અર્થ ખરાપણાને પણ થાય છે. જે સમ્યફત્વ પ્રાપ્ત થાય તે આ દુસ્તર સંસાર સરલ રીતે તરી શકાય છે. ત્યારબાદ સમાધિ એટલે ચિત્તની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સઘળી ધાર્મિક ક્રિયાઓ કરાય છે તેનું મૂળ સમાધિ મેળવવા માટે જ છે. માટે સમાધિ મેળવવી એ આપણું કર્તવ્ય છે. કાયિક વ્યાપારે ત્યાગ કરવાથી શાંતિ થાય છે. અને ચિત્તની શાંતવૃત્તિ થતાં તે પ્રભુ ધ્યાનમાં તલ્લીન થાય છે તેને સમાધિ કહેવાય છે. તેમાં શુદ્ધ આત્મ ચિંતવન થાય છે.
ત્યારબાદ સિદ્ધિને લાભ થવાની માગણી કરી છે કારણ કે સમાધિ કર્યા પછી તે વસ્તુ સાધ્ય કરવાની છે.
જ્યાં સુધી આપણે ખરેખરી સિદ્ધિ મેળવી હોય નહિ ત્યાં સુધી પરમસુખ પ્રાપ્ત થાય નહિ. માટે છેલ્લે સિદ્વિપદની માગણી પ્રભુ પાસે કરવામાં આવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com