________________
ધ્યસ્થ રહી શકે છે અને તે કષાયની ચિકાશમાં પડતા નથી. ત્રિપદીના સિદ્ધાંતથી થોડામાં છત શત્રુરાજા મરણને કાંઠે આવેલો છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પિતાની સદ્ગતિ પ્રાપ્ત કરી શકશે. આ માટે વાંચે છતશત્રુ રાજાની કથા પાને ૨૪ મે
(૭) પ્ર. હું સામાયિક કરૂં છું એટલે શું ?
ઉ. હું આત્મ જ્ઞાનમાં પ્રવેશ કરું છું પુદ્ગલિક વિષયના ઉછાળા વિષનાજ ઉગારે કઢાવે છે અને તેજ પૌગલિક અતૃપ્તિ માનવી. આત્મિક ભાવથી થએલી વૃતિ શુદ્ધ છે અને પરંપરાએ ધ્યાનની ધારાને વિસ્તારે છે.
આત્મજ્ઞાન પ્રવેશના ઉપાય. આત્મજ્ઞાન પ્રવેશના ઉપાસકે હંમેશાં સવિચારેનું સેવન કરવું કારણ કે જેવા વિચાર તેવા આચાર. સવિચારોથી ઈદ્રિય નિગ્રહ થાય છે અને ઈદ્રિય નિગ્રહથી મને નિગ્રહ થાય છે અને મને નિગ્રહથી ધ્યાન થઈ શકે છે અને ધ્યાનથી મોક્ષ પમાય છે. જેથી સત્ વિચાર એ ઉત્તરોત્તરમોક્ષ પ્રાપ્તિનું કારણ છે. માટે આત્મહિતચિંતકોએ હંમેશાં સત વિચારનું સેવન કરવું, તેમાં સામાયિક વ્રતમાં તે તેનું ખાસ પાલન કરવું. ઈલાચીકુમાર ને સદવિચાર આવવાથી તેના મેહને અંધારાને પડદે દૂર થયો અને તેને ભાન થયું કે ત્રણ લેકમાં જે કેઈ સુંદરમાં સુંદર વસ્તુ હોય તે આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com