Book Title: Samayik Sadbodh
Author(s): Shankarlal D Kapadia
Publisher: Vijaynitisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 164
________________ પ્રય હું સામાયિક કરૂં છું એટલે શું ? ઉ. હું સમદષ્ટિ ખીલવું છું શમ વચનામૃત વડે જેનું હૃદય રાત્રિદિવસ આ રહે છે તેને રાગ રૂપ સર્પના વિષની ઉમિ કલેશ પમાડવાને સમર્થ નથી. સમદષ્ટિ પ્રાપ્ત કરવાના ઉપાયે. જ્યારે તેનું અને પથ્થરને, નિંદકને તેમ વંદકને, સરખા ગણવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે જ તે સમદષ્ટિ છવ કહેવાય છે. જે આનંદને અને વિશાદને સરખાં ગણે છે. આ સમદષ્ટિ જ્યારે આ જગત નિસાર જણાય છે ત્યારેજ ઉત્પન્ન થાય છે. અને સારામાં સારભુત એવું જે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારેજ આ જગતને નિસાર રૂપે અનુભવાય છે. જ્યારે દષ્ટિમર્યાદા સમ્મુખ સંપૂર્ણ આત્મજ્ઞાન ધારી પરમાત્માની મૂતિ ખડી કરી તેની સ્તવનામાં ભકિતમાં લીન થવાય છે ત્યારે જ ખરૂં આત્મજ્ઞાન પમાય છે. જે આદર્શ મુખ આગળ ખડે હોય છે તેવીજ પ્રવૃત્તિ થાય છે. માટે સમદષ્ટિ ખીલવનારે શ્રી અરિહંત પ્રભુની મૂતિ ધ્યાનમાં ખી કરી તેમની ભક્તિમાં તલ્લીન થવું. આ સમદષ્ટિ પ્રાપ્ત કરવાને સરળ માર્ગ છે. સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિ પ્રાપ્ત થતાં સર્વે પશુપંખી પ્રાણીઓને સરખા ગણવાની બુદ્ધિ ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168