________________
થાય છે અને સર્વ જીવને આત્મભાવે જેવાથી દયાની લાગણી તીવ્ર બને છે અને સમય પર પશુ પંખીની ખાતર પિતાના પ્રાણનું પણ બલિદાન અપાય છે. આ માટે વાંચે મેતાર્ય મુનિવરની કથા પાને ૧૫
(૬) પ્ર. હું સામાયિક કરૂં છું એટલે શું?
ઉ૦ હું સમતા રસમાં ઝીલું છું સમતા રસના આસ્વાદન વડે આત્મા અતીંદ્રિય તૃપ્તિને પામે છે. અને તે આત્મિક ગુણથી થએલી તૃપ્તિ ચિરકાળ સ્થિર રહે છે.
આત્માનંદમાં મગ્નપુરૂષ નિરંતર ઇદ્રિના સમુહને પિતાના કબજામાં રાખે છે તેમજ મનની નિશ્ચલતા મેળવી ફક્ત જ્ઞાન ગ્રહણ કરવા જ ઉદ્યમી હોય છે.
સમતારસ પ્રાપ્તિના ઉપાય શ્રી ભગવંતે બતાવેલ ત્રિપદિના સિદ્ધાંતનું જ્યારે રહસ્ય સમજાય છે-નિત્યાનિત્ય માર્ગનું સ્વરૂપ જણાય છે, ત્યારે જ વાસ્તવિક સમતારસ ઉત્પન્ન થાય છે. અને આથી જ મનુષ્યને ખાત્રી થાય છે કે “વસ્તુમાત્ર પરિણમન શીલ છે” ઈષ્ટ વસ્તુને જોઈ તેથી તે ફેલાતો નથી તેમ અનિષ્ટ વસ્તુ જોઈને તેના પર તિરસ્કાર લાવતું નથી. વસ્તુના પર્યાયનું યથાર્થ જ્ઞાન થવાથી મુમુક્ષુઓ પિતાને સમભાવ ટકાવી રાખી મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com