________________
સામાયિક પારવાનું સૂત્ર. [૧૩] લાય છે અને આ સૂત્ર સામાયિકની પૂર્ણાહુતિ કરતી વખત. બોલાય છે તેથી તેને સૌથી છેલ્લું મુકવામાં આવેલ છે.
આ સૂત્રને ઉદ્દેશ. આ સૂત્ર આપણને સામાયિકનું ફલ સૂચવે છે. એટલે વખત સમભાવમાં ચિત્તવૃત્તિ ચુંટેલી હોય છે એટલે વખત અશુભકામને ઉછેદ થાય છે. વળી તેથી તેની જરૂરીઆત વર્ણવેલ છે. તેમ સામાયિક વ્રત કરતી વખતે શ્રાવક એ સાધુ સમાન છે તેમ કરી શ્રાવકની ઉચ દશાનું ભાન કરાવે છે. આ પ્રમાણે આ સૂત્રને પરમ ઉદેશ છે અને તે ખરી કર્તવ્યશીલતાનું ભાન કરાવે છે.
આ સૂત્ર ઉપરથી ઉપસ્થિત થતે સારજે મનુષ્ય જેવી પ્રવૃત્તિમાં મચેલ હોય છે તેવું તે ફળ મેળવે છે એ ખિતું છે. તેમ જ્યાં સુધી જે વ્યક્તિ સામાયિક વ્રત કરી ચુક્ત હોય તેટલે ટાઈમ તે અશુભ કર્મોનેચિકણાં કર્મોને નાશ કરે છે અને તેના આત્માને તે ઉજવલ કરે છે; સૂર્ય ઉપરથી જેમ વાદળાં ઓછાં થાય, તેમ પ્રકાશ કેઈ અને અનુભવાય છે. તેમ શુભ ભાવે સમજણપૂર્વક એક ચિત્તથી જે સામાયિક વ્રત કરે છે તેના આત્મા ઉપરથી કમના આવરણે-પડો દુર થવાથી તેના આત્માને પ્રકાશ વધે છે અને તેનું ઓજસ કઈ ઓર પ્રકારનું થાય છે. માટે દરેક શ્રાવકે જેમ બને તેમ સામાયિકવ્રત વધુ ને વધુ કરવાં. કારણકે તે આત્માને ઉજવલ કરવામાં અમુલ્ય ઓજાર છે. વળી તે વિધિપૂર્વક આદરવું જોઈએ, અવિધિથી કરવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com