________________
કરેમિ ભંતે સૂત્ર વા સામાયિકનું પચ્ચખાણ [૧૨] સુધી સામાયિકમાં રહીશ ત્યાં સુધી કઈ પણ જાતના કાયિક, વાચિક અને માનસિક પાપવાળા વ્યાપારનું સેવન કરીશ નહી. તેમ તેના કર્તાને અનુમદિશ પણ નહિ, પ્રતિજ્ઞામાં એ ગુણ છે કે હેરને જેમ ખીલે બાંધવાથી ભટકતું નથી, તેમ પ્રતિજ્ઞા લીધા પછી ધીર વીર અને સજજન પુરૂષ કદિપણ પાછા પડતા નથી અને પિતાના મનને મજબુત પ્રતિજ્ઞારૂપે ખીલે બાંધે છે. આથી તે અન્ય બાબતમાં પ્રવેશ કરતું નથી અને પ્રભુ ભકિતમાં તલ્લીન રહે છે. હમેશાં શુદ્ધતાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે અને સ્થિરતા પ્રાપ્ત થતાં આત્મ કલ્યાણ થાય છે. પ્રભુ મહાવીર સ્વામીને કેટ કેટલા ઘેર ઉપસર્ગો થયા છતાં પણ સમભાવમાંથી તેઓ લેશ માત્ર પણ ડગ્યા નથી. તે હંમેશાં સમભાવી આત્માએ વિચારવું જોઈએ અને સામાયિકમાં કદાચ ઉપાધિને પ્રસંગ આવી પડે તો પણ તેમણે સ્થિરતાને ભંગ કરે નહિં અને મધ્યસ્થ ભાવની તટસ્થતા જાળવવી અને વિચારવું કે મેં પ્રભુ સન્મુખ સાવદ્ય વ્યાપાર નહિં કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી છે તેથી તે ઉપાધિ મારે વટાવેજ છુટકેજ છે. વટેમાર્ગુને વૃક્ષની છાયા જેમ તાપમાં વિસામે છે, તેમ સામાયિકવૃત એ સંસારથી બલ્યા જલ્પાને બે ઘડી તે પરમ શાંતિને વિસામે છે. સરકારનું વારંટ નીકળ્યું હોય તે તેટલો વખત તે તેને પણ થોભવું પડે. આવું આ અમુલ્ય વૃત છે. અંધકારનાં આવરણ દુર થતાં, સૂર્યનાં કિરણે જેમ પ્રગટે છે તેમ પાપના વ્યાપારે દુર થતાં, આત્મશકિતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com