________________
[૬૮]
સામાયિક સબોધ. હારમાં પણ સાંભળીએ છીએ કે જેઓ સત્યને સદા આ ચરનારા છે. તેમાંજ જેમની તમન્ના લાગેલી છે. તેને સત્યના ઉપાસક દેવે અવશ્ય મદદ કરે છે. વળી નીતિશાસ્ત્રમાં વાંચ્યું હશે કે ” બ્રહ્મચર્યથી અગ્નિ હોય તે પાણી થાય છે અને સર્ષ તે કુલની માળા થાય છે” આ શું ખોટું છે ? આ બધું કેણ કરતું હશે ? શું બ્રહ્મચર્ય એવી કઈ વસ્તુ છે કે જે અગ્નિનું પાણી કરે છે. નહિ, નહિ, ત્યારે એ કરે છે કેણ ? તે સ્પષ્ટ રીતે સાબીત કરી આપે છે કે જે સત્યશીલ દે હોય છે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય જેઓ પાળતા હોય તેને તેના વ્રત ખંડન વખતે અવશ્ય મદદ કરે છે. અને ત્યારેજ અનિતે પાણી થાય છે અને સંપ તે કુલવી માળા થાય છે. તે દેવ શકિતને આધીન છે. સતી સુભદ્રાએ કાચે તાંતણે ચાલણી બાંધી કુવામાંથી નીર કાઢયું. સુદર્શન શેઠને શુળીને બદલે સિંહાસન થયું. સીતાજીએ અગ્નિમાં જંપલાવ્યું, છતાં જીવતાં નીકળ્યાં. સત્યવાદી રાજા હરિચંદ્રનું સત્ય ટકયું. આ બધું શેને લઈને થાય છે ? આ ઉપરથી ચોકક્સ સિદ્ધ થાય છે કે હંમેશાં જેઓ પૂર્ણ સત્યવાન હોય યા જે પ્રભુ ભક્ત હોય યા જેઓ વ્રતધારી હોય છે તેમને સમય પર દેવતાઓ હંમેશાં અવશ્ય મદદ કરે છે. તે પછી જે સંપૂર્ણ સત્યના સૂર્ય સમાન પ્રભુ છે, જે સર્વજ્ઞ છે, અહત છે, ત્રિકાળ જ્ઞાની છે, ત્રિલોકના નાથ છે, સ્વપર પ્રકાશક છે, તેમનું દેવતાઓ સાન્નિધ્ય કરે તેમાં નવાઈ શું છે ? આપણે જોઈએ છીએ કે કયા સત્યશીળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com