________________
[૨૦]
પંચિંદિય સૂત્ર. શુદ્ધ સમ્યકત્વ પોતે પાળે અને સમ્યકત્વથી પડતાને સ્થિર કરે. [૩] ચારિત્રાચાર પોતે શુદ્ધ ચારિત્ર પાળે અને ૫ળાવે તથા પાળનારને અનુમોદન આપે [૪] તપાચાર એટલે છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપને પિતે કરે કરાવે અને બીજાને અનુમોદે [૫] વયચાર એટલે ધર્માનુષ્ઠાન ધિમક્રિયા કરવામાં છતી શકતી ગોપવે નહિ, તથા તમામ આચાર પાળવામાં વિર્યશક્તિ સંપૂર્ણ રીતે ફેરવે છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતા દરેક મુનિ મહારાજ પાળે તેમ [૧] ઈર્યાસમિતિ–સાડાત્રણ હાથ મેં આગળ દ્રષ્ટિ નીચી રાખી ભુમિ જોતાં ચાલવું તે (૨) ભાષાસમિતિ–સાવદ્ય [પાપવાળું ] વચન બોલવું નહિ [૩] એષણા સમિતિ–અપ્રાસુક આહારપાણી આદિ વહેરવાં નહિ. [૪] આદાન નિક્ષેપણ સમિતિવસ્ત્રપાત્ર અણપુંજી ભુમિ ઉપર લેવાં મુકવા નહિ [૫). પારિષ્ટાનિકા સમિતિ. મળમુત્ર અણપુંજી છવાકુલ ભુમિએ પરઠવવા નહિ. સમિતિને અર્થ સમ્યક્ પ્રકારે ચેષ્ટા કરવી તે થાય છે.
ગુતિ એટલે ગેપન કરવું [૧] મનગુપ્તિ એટલે મનમાં આત તથા રૌદ્રધ્યાન ધ્યાવાં નહિ રિ) વચનગુપ્તિ નિરવદ્ય વચન પણ કારણ વિના બાલવાં નહિ, (૩) કાયગુતિ–શરીર અણુપડિલેહ્યું હલાવવું નહિ. ઉપર મુજબ
આચાર્ય મહારાજના છત્રીસ ગુણે વર્ણવ્યા છે, આ છShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com