________________
[૧૬]
સામાયિક સોધ.
ગોઠવવામાં આવ્યો છે અને તેથી તેને છઠું સૂત્ર મૂકવામાં આવેલ છે. પાપનું પ્રાયશ્ચિત કરવાનું એટલે પાપની માફી માગવાનું, હૃદયમાં રહેલાં માયાશલ્ય, નિયાણશલ્ય અને મિ. થ્યાત્વશલ્ય આદિ શલ્યો વિરામ પામવાનું, પાપ કર્મોને નાશ કરવાનું અને તદર્થે કાઉસગ્ન કરવાનું આ સૂત્ર બતાવે છે. ઈરિયાવહી પડિકકમતાં ઉત્તરી કરણુ પેટે, પ્રાયશ્ચિત કરણ પેટે, કાત્સર્ગ નામની ક્રિયા કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. માટે આ સૂત્રને ઇરિયાવહી પછી મુકવામાં આવેલ છે.
આ સૂત્રને ઉદ્દેશ.
આ સૂત્રમાં સદંતર પાપ કર્મોને નાશ કરવા માટે ત્રણ કરણ એટલે પ્રાયશ્ચિત્ત કરણ, વિશુદ્ધિકરણ, અને વિસલ્ફીકરણ કરવાના ઉદાત્ત આશયથી કાર્યોત્સર્ગ કરવાની આવશ્યકતા બતાવવામાં આવે છે.
પ્રાયશ્ચિત્ત કરણ એટલે મારું પાપ દુર થાઓ. વિશુદ્ધિ કરણ એટલે મારા આત્મા ઉપર ચોંટેલી કમની મલીનતા દુર થાઓ અને વિસલ્લી કરણ એટલે મારા હૃદયમાંથી ત્રણ શલ્ય પહેલું નિદાન શલ્ય એટલે ગુપ્ત કામના, બીજું માયા શલ્ય એટલે ઉંડુકપટ અને ત્રીજું મિથ્યાત્વ શલ્ય એટલે ખોટું શ્રદ્ધા–ઉધી માન્યતા, તે બધું દુર થાઓ. આ પ્રમાણે આ સૂત્ર પાપ કર્મોને સદંતર નાશ કરવા
માટે કાત્સર્ગ કરવાનું સૂચવે છે, તે તેને ઉદ્દેશ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com