________________
તસ્સ ઉત્તરી સૂત્ર.
[ ૧૦૯ ]
આ સૂત્રને સાર
પાપના વ્યાપારાને નાશ થવાથી ચિત્તની સ્થિરતા અને નિમળતા થાય છે. લુગડામાંથી જેમ મેલ દુર થાય ત્યારે કપડુ જેમ હળવું થાય છે તે પ્રમાણે હૃદયમાંથી અનેક પ્રકારનાં શલ્યા નાશ થવાથી, હૃદય હલતુ થશે. જમીનમાં ખીજ સારી રીતે ઉગાડવુ હાય, તે તેના ઉપરથી ઝાંખરાં, કાંકરા, વિગેરે દૂર કરવા જોઈએ, ત્યારપછી ખી જમીનમાં વાવી શકાય. અને ખી વાવતાં પહેલાં જમીનને સાફ કરવી જોઈએ. તેવીજ રીતે હ્રદયની વિશેષ શુદ્ધિ કરવાને માટે તેનાં દરથી શલ્યા દુર કરવાં ૫ડશે અને તે માટે કાયાત્સગ કરવાની અનિવાય અગત્ય છે. ચિત્તની એકાગ્રતા વિના ખરી આત્મ-તમન્ના જા ગતી નથી. ચિત્તની પરમશાંતિ તે વિના થતી નથી. માટે આત્મશુદ્ધિ અર્થ કાર્યાત્સગ કરવા એજ આત્માની ઉત્ક્રાન્તિના સાધન ભૂત છે અને તેજ આ સૂત્રનો સાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com