________________
[ ]
સામાયિક સાધ
તેમની સાર સભાળ કરવા લાગ્યા અને સૌ કોઈ ચિંતા કરવા લાગ્યા અને તેના ઉપાય કરવા માટે ગુરૂ મહારાજને માગણી કરી, ત્યારે ગુરૂ મહારાજે કહ્યુ કે આના ઉપાય બહુ કઠીન છે અને તે ભાગ્યેજ કાઇ કરી શકશે. બધા શિષ્યાએ પૂછ્યું કે સાહેબ! એવે તે યેા ઉપાય છે તે ખતાવા, ત્યારે તેમણે કહ્યુ` કે આ ગુમડું કાઇ ચૂસી જાય તે તેનું મૃત્યુ થાય અને મારા જીવ ખર્ચે, આ સાંભળી બધા શિષ્યા એક પછી એક પલાયન થઇ ગયા. આ શિષ્યમાં એક શિષ્યને મનમાં થઈ આવ્યું કે આપણે મરશું તે શે વાંધા છે. ગુરૂ મહારાજ તા જગતનુ કલ્યાણ કરનારા છે. તેના દિલમાં ગુરૂ પ્રત્યે સાચી ભક્તિ હતી, તેથી તેણે ગુરૂ મહારાજને કહ્યું કે હે ! ગુરૂ મહારાજ! આપના જીવ બચતા હોય, તેા હું તમારૂક ગુમડુ' ચૂસવા તૈયાર છું. ત્યારે ગુરૂએ કહ્યું કે બેટા, શા ખાશ છે ! હું તે સાચા શિષ્ય કાણુ છે તે જોવાજ માગતા હતા. આ પ્રમાણે જ્યારે ગુરૂ તરફ ભકિતના આંદોલના અંતરથી ઉછળે છે ત્યારેજ તેમના શિષ્ય તરફ સાચા પ્રેમ પ્રગટે છે. માટે હંમેશાં સદ્ગુરૂ પ્રત્યે સાચી ભક્તિ, અને સુશ્રુષા કરવી અને તેમનું અંતર જીતી આત્મકલ્યાણ કરવું કારણ કે શ્રી જિનેશ્વર પ્રભુના સાચા માગ તે તેજ બતાવનારા છે. માટે તેની યથાશક્તિ સેવા કરવી એજ આ સૂત્રને સાર છે. જે કરે સેવા તે પામે મીઠા મેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com