________________
ઇરિયાવહિયં સૂત્ર. [૧૦૧] દુગ્ધ-પાપ. તા. ક. આમાં વાક્યાથની જરૂર જેવું ન લાગવાથી વા
કયાથ આપ્યાં નથી. પ્ર૦ આ સૂત્રને કેમ છે? ઉ૦ ચોથા સૂત્રમાં ગુરૂ મહારાજને શાતાસુખ પૃચ્છા કરવાની છે.
તે શાતા સુખપૃચ્છા કર્યા પછી મંગળકિયા કરવાના આરંભમાં બેસતાં ઉઠતાં હાલતાં ચાલતાં જતાં આવતાં જાણે અજાણે જે કાંઈ પાપ થયું હોય, જે કેઈજીને ૫રિતાપ ઉપજાવ્યા હોય, દુઃખ પમાડ્યા હોય, તે સર્વે હૃદય પૂર્વક ગુરૂ સમક્ષ, સ્થાપનાચાર્ય સમક્ષ પ્રકાશવું જોઈએ. આથી આ સૂત્રને શાતા સુખપૃચ્છા પછી મૂક
વામાં આવ્યું છે. પ્રઃ આ સૂત્રને ઉદેશ.
હૃદયમાં પાપને ભાર દુર કરવાથી હૃદય નિર્મળ થાય છે અને સામાયિકની મંગળ ક્રિયા વિશુદ્ધ ભાવે થઈ શકે છે. વળી લુગડામાંથી મેલ જવાથી જેમ લુગડું હલકું થાય છે તેમ ઈરિયાવહિયં સૂત્ર ભણ્યાથી તથા પાપનું પ્રાયશ્ચિત કર્યાથી આત્મા હળવો થાય છે. માટે સુગુરૂને શાતા સુખ પૃચ્છા કર્યા પછી પાપવિમોચન કરવાની આવશ્યકતા છે. મંગળ ક્રિયાના આરંભમાં પ્રથમ જેમ લુગડા ઉપર રંગ
લગાવ હોય તે ધાવાની જરૂર પડે છે તેમ વીતરાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com