________________
નવકાર સૂત્ર.
[8] પ્ર. ખમાસમણુ વા પ્રણિપાત સૂત્રને ત્રીજું મુકવાનું
પ્રયોજન શું? ઉ૦ સામાયિક સૂત્રનું ત્રીજું સૂત્ર ખમાસમણ વા પ્રણિપાત સૂત્ર
છે અને તેને ત્રીજું મૂકવાને ક્રમ એ છે કે બીજા સૂત્રમાં ગુરૂની સ્થાપના કરવાની છે અને સ્થાપના કર્યા બાદ તેને પાપ વિમેચન અથે અંતરથી નમસ્કૃત એટલે નમસ્કાર કરવાનું હોય છે. અને વિશુદ્ધ ભાવથી કરેલ નમસ્કાર ઉત્તમ કુળને આપનાર અને પાપ વિમુક્તિનું કારણ છે. તેથી સામાયિક સૂત્રનું ત્રીજું સૂત્ર પ્રણિપાત સૂત્ર કહ્યું છે.
આ સૂત્રને ઉદ્દેશ. પ્રથમ સૂત્રમાં પંચપરમેષ્ટીનું સ્મરણ છે. અને બીજા સૂત્રમાં સામાયિકની અંદર સ્થાપનાચાર્યની સ્થાપના કરવાનું અને ગુરૂકેવા હોવા જોઈએ તે વર્ણવવામાં આવેલું છે. ગુરૂ મહારાજની સ્થાપના કર્યા પછી તેમને વંદન કરવું જોઈએ એ સ્વાભાવિક છે. માટે આચાર્ય મહારાજને પંચાંગ પ્રણિપાત કરવાને આ સૂત્રને ઉદેશ છે. નમસ્કાર કર્યા પછી હૃદયમાં નમ્રભાવ પેદા થાય છે અને નમ્રભાવ થયા પછી ગુરૂની ગુરુતાનું તથા પ્રભુતાનું ચિન્તવન થાય છે તથા તેમની મોટાઈનું ભાન થાય છે અને હૃદયમાં પ્રભુતાનો સંચાર થતાં ભક્તિમાં જીવ લીન રહે છે. અને તે ભક્તિના સર્ભાવે જીવ ભવસમુદ્ર તરે છે. માટે ગુરૂ મહારાજની સ્થાપના કર્યા પછી તેમને નમસ્કાર કરે એ અતિ આવશ્યક છે. જે આ સૂત્રને ઉદેશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com