________________
[૨૪]
ખમાસમણુ ના પ્રણિપાત સૂત્ર. પ્ર. આ સૂત્રને સાર? ઉ૦ આ સૂત્ર વંદનવિધિ સૂચવે છે. જગતમાં સદગુરૂ છે તેજ
સન્માર્ગ દર્શક છે અને તેજ સમ્યજ્ઞાન સંપાદન કરવામાં કારણભૂત બને છે. તારણહાર છે. માટે કેઈપણ પ્રકારના કાચિક પાપ વ્યાપારથી વિરમી શકિતપૂર્વક અને વિશુદ્ધ દિલથી શુદ્ધ પરિણામે તેમને પ્રણિપાત કરે તે અત્યંત ફળદાયી છે. અંતઃકરણની વિશુદ્ધિથી કરેલ નમસ્કારજ ફળે છે અને તેજ આત્મ શુદ્ધિ કરે છે. માટે સદ્દગુરૂને હંમેશાં પાપ વિમુકિત માટે પંચાગ પ્રણિધાન કરવું એટલે બે હાથ બે પગ અને મસ્તક નમાવી અંત:કરણથી તેમને વંદન કરવું એજ આ સૂત્રને સાર છે.
૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com