________________
નવકાર સૂત્ર.
[૮૭]
કરતાં જૈન ગુરૂઓની–સાધુઓની ઉત્તમતા છે. આવા ઊંચ કક્ષાના ગુણે પરિધાન કરે ત્યારે તે ગુરૂની ગણનામાં ગણાય છે. આચાર વિચારમાં પણ તે નિર્મળ હોય છે. કઈ પણ જાતના અશુભ અધ્યવસાય તે સેવે નહિ અને વિશુદ્ધ પ્રકારે સંયમ પાળી સર્વ વાસનાઓને રેપ કરવા તપ કરે. જૈનદર્શન ઉપર જેમની અતુલ શ્રદ્ધા હોય અને પોતાની શક્તિ ધર્મ માર્ગમાં ફેરવે કઈ પ્રવૃતિ કરે તે તે સમ્યક્ પ્રકારની કરે કે જેથી પરજીને દુઃખ થાય નહિ, અને પિતાના આત્માનું અહિત ન થાય. જતાં આવતાં ઉપયોગ રાખે, ભાષા પણ મધુર અને સામાને ઉપકારી બેલે. દરેક બાબતમાં લેવા મુકવામાં ઉપયોગ રાખે, મળમૂત્ર એવી જગાએ ન પરઠવે કે જ્યાં ક્ષુદ્રજતને નાશ થાય. મન વચન કાયાથી અનિષ્ટ પ્રવૃતિ કરે નહિ, તેમ કરાવે નહિ અને કરનારને અનુમોદન આપે નહિ. આવી રીતે સદ્દગુરૂનાં લક્ષણ હોવાં જોઈએ. પંચિંદિય સૂત્રને બરાબર અભ્યાસ કરવાથી તેને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી શકશે. જેઓ બુઝેલા છે એટલે જેમને બંધ થયો છે અને જેઓ સદ્ ચારિત્ર ધારી છે તેઓ અન્યને ધ પમા શકે છે જેટલી સાડાત્રણ મણું કાયામાં નાકની કિંમત છે તેટલી જ મનુષ્યના જીવનમાં ચારિત્રની કિંમત છે. અંગ્રેજીમાં કહેવત છે કે Health is lost, something is lost But character is lost everything is lost તંદુરસ્તી બગડે છે ત્યારે તે કંઈક ગુમાવ્યા બરાબર છે પણ વતન બગડે છે ત્યારે બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com