________________
નવકાર સૂત્ર.
[૮૫] હેવા જોઈએ. નહિ તો “અંધ અંધ પુલાય” એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. જેઓ તત્વજ્ઞ છે અને મોક્ષાભિલાષી છે તેઓજ સસ્પંથ બતાવી શકે છે. તેમ તેઓ પિતાના આભાનું પણ સારી રીતે કલ્યાણ કરી શકે છે અને બી જાનું કરાવી શકે છે. તેથી ગુરૂ સ્વપર પ્રકાશક કહેવાય છે. માટે ગુરૂ મહારાજની જરૂરીયાત અને તે કેવા કેવા જોઈએ તે ચિંદિય સૂત્ર આપણને બતાવે છે. જેઓ આત્માર્થી અને જ્ઞાની હોય, તેઓજ જગતને ઉદ્ધાર કરી શકે છે. બાકી જેઓ પુરાણીઓની માફક સાંસારિક લાલસામાં તેમજ માયામાં લપટાયેલ હોય છે તેઓ જગતને ઉધાર કદી પણ કરી શકતા નથી. એક વખત એક પુરાણી, રાજાને ઉપદેશ સંભળાવતા હતા પરંતુ તે રાજાના મનને જોઈએ તેવી શાંતી તેથી થતી ન હતી. અને તેના મનને ઉદ્વેગ ઓછો થતો ન હતો. એક વખત રાજાને એક અબધુત યોગીની મુલાકાત થઇ. તે વખતે રાજાને ઉદાસી જોઈને તે ચોગીએ કહ્યું કે હે ! રાજન ! તમો ધર્મ સાંભળે છે છતાં ઉદાસીન કેમ દેખાઓ છો ? માટે તમારા પુરાણી ધર્મગુરૂને અહીં બોલાવે તે કેવા છે તે જોઈએ. તે વખતે રાજાએ પુરાણને લાવ્યા, પછી તે યોગીએ પુરાણીને સંસારગ્રસ્ત જાણે રાજાને એક સ્તંભ સાથે બાંધે અને બીજા સ્તંભ આગળ પુરાણુને બાંધે. પછી બંનેના હાથમાં પુસ્તક આપી કહ્યું કે તમે અરસપરસ આ પુસ્તક એક બીજાને આપે. પણ બાંધેલા હોવાથી શી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com