________________
[૮૪]
પંચિંદિય સૂત્ર.
તાના દીકરાને સાકર નહિ ખાવાની બાધા લેવરાવવા લઈ ગઈ હતી અને તે સાધુ મહારાજે સાકર નહિ ખાવાની તે છોકરાને બાધા આપી. પણ આ છોકરે તે બાધા પાળી નહિ. જેથી પેલી ડોશી તે સાધુ મહારાજ પાસે ગઈ અને કહ્યું કે હે! સાધુ મહારાજ ! મારા દીકરે બાધા પાળ નથી. તે સાધુજી જ્ઞાની અને વિચારશીલ હતા, તેમણે પિતાના મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી હું સાકર વાપરૂ છું ત્યાં સુધી તે છોકરાને મારી બાધાની કશી અસર લાગશે નહિ, તેથી પોતે સાકર નહિ ખાવાને દ્રઢ સં. કલ્પ તે વખતેજ કર્યો અને પિલી ડેસીને કહ્યું કે તારા દીકરાને ફરીથી તું મારી પાસે લાવજે. તેથી તે ડેસી પોતાના દીકરાને તે મહારાજ પાસે ફરીથી લઈ ગઈ. અને તે મહાભા સાધુજીએ ફરીથી બાધા આપી. અને ત્યારબાદ તે છોકરાએ તે પાળી. આથી આપણને સમજાય છે કે જેઓ પોતે વિશુદ્ધ ચારિત્રધારી હેય છે, તેઓ જ સામા ઉપર સારી અસર પાડી શકે છે અને તેમનાજ વચને અનુયાયીઓને વીજળીની માફક અસર કરે છે. બાકી કુટે ઢાલ જેમ વાગતું નથી તેમ જેમનું ચારિત્ર નિમેળ નથી તે આશ્રિત ઉપર પિતાની પ્રતિભા પાડી શકતા નથી.
જેઓ જિનાજ્ઞાને અનુસરી વિચરનારા છે તેઓ જ સ્વપરનું કલ્યાણ કરી શકે છે, વળી ચારિત્રની સાથે ગુરૂમહારાજ જે જ્ઞાની હોય છે તે તે ઉપાસકને સન્માર્ગે
જલદીથી ચઢાવી શકે છે. ગુરૂ હંમેશાં તત્વના જ્ઞાનવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com