________________
નવકાર સૂત્ર.
[૮૩] સાક્ષીભૂત હોવાથી ધર્મમાર્ગમાં અતિરકત થવાય છે. આથી ગુરૂ મહારાજની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યની સ્થાપના અવશ્ય કરવી જોઈએ.
પ્ર. આ પંચિંદિય સૂત્ર ઉપરથી શું સાર ઉપસ્થિત થાય છે?
ઉ, આ સૂત્રમાં ગુરૂ કેવા હોવા જોઈએ તેનું સમર્થન કરેલું
છે. કહેવતમાં પણ કહ્યું છે કે જેવા ગુરૂ તેવા ચેલા. ગુરૂના જ્ઞાન અને ચારિત્ર ઉપર તેમના અનુયાયીઓને સઘળો આધાર રહે છે. જે ગુરૂ સદાચરણ હોય, વિશુદ્ધ ચારિત્ર પાળક હોય, ધર્મમાં બતાવેલ માર્ગનું જતન કરનારા હોય, સુજ્ઞ હોય, શાન્ત હય, ગંભીર હોય, ભવભીર હોય, તેમજ દુન્યવી માયાવી લાલસાથી મુકાએલા હોય, નિસ્પૃહી અને નિષ્પરિગ્રહી હોય, સત્યનાજ સુપથે વિચરનારા અને સત્યનાજ ઉપાસક હોય, જિનાજ્ઞા પાલક હોય, તે તેઓ પોતાના શિષ્ય ઉપર તેમજ અનુયાથીઓ ઉપર ઉત્તમ પ્રકારના ચારિત્રની છાપ-પ્રભા પાઠ શકે છે. તેમનાજ વચનની કિંમત અંકાય છે. તેમનીજ વાણું સફળ થાય છે. તેમને જ પડઘે પડે છે. તે જ સેવકને શુદ્ધ કરી શકે છે. બાકી જેઓ વિશુદ્ધ ચારિત્રશીલ નથી તેમના વચનની અસર સામાના દીલ ઉપર થતી નથી. તેમ સેવકને તે સત્ય વસ્તુનું પાલન કરાવી શકતા નથી. આ બાબત એક નાનકડા દ્રષ્ટાંતથી ઘણી સારી રીતે સમજી શકાશે.
એક વખત એક ડેસી કાઈ સાધુ મહારાજ પાસે પે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com