________________
[૨]
પંચિંદિય સૂત્ર. સામાયિકની મંગળ ક્રિયામાં ચિત્તની તલલીનતા કરવી. પ્રથમ સૂત્રમાં પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી પંચિંદિય સૂત્રમાં ગુરૂની અનુજ્ઞા લઈ પછી સામાયિકની મંગળ કિયા કરવાની છે. તે માટે પંચિંદિય સૂત્રને દ્વિતીય સૂત્ર
તરીકે સ્થાન આપવામાં આવેલ છે. પ્ર. પંચિંદિય સૂત્રને ઉદેશ શો છે? ઉ૦ સામાયિકની ધાર્મિક મંગળ ક્રિયા કરતી વખતે સ્થાપ
નાચાર્ય સાક્ષી તરીકે સ્થાપવામાં આવે છે. પંચ પરમેછીને નમસ્કાર કર્યા પછી સામાયિક સૂત્રની ધાર્મિક મંગળ ક્રિયા કરવાને ગુરૂ મહારાજની સમીપ યા ગુરૂ મહારાજ હાજર ના હોય તે તેમની સ્થાપના કરી તે મંગળ કિયાને આરંભ થાય છે. જે ગુરૂ મહારાજની હાજરી હોય તે સ્થાપનાચાર્યની જરૂર નથી. તેમની ગેરહાજરીમાં પુસ્તક ચાપડા ઉપર મૂકી તેમાં આચાર્ય મહારાજની ભાવના ભાવવી. જૈન ધર્મની કોઈ પણ કિયા દેવ અથવા ગુરૂની સમીપમાં કરવાની હોય છે. અને ગુરૂ હાજરના હોય તે તેમની સ્થાપના કરી ધાર્મિક ક્રિયા કરવામાં આવે છે. કારણ કે તેમની સ્થાપના સમીપ વિનય અને બહુમાનથી કિયા કરનારને અવશ્ય લાભ થાય છે. વ્યવહારમાં પણ સાક્ષી રાખવાથી કામની નિશ્ચલતા થાય છે તે પછી આવા ધાર્મિક મંગળ કામમાં સ્થાપનાચાચંની સાક્ષીથી ધર્મ માર્ગમાં કેમ દ્રઢ ન થવાય ? વળી ગુરૂ મહારાજની તેમાં ભાવના કરવાથી આળસ પ્રમાદ
આદિ દેથી વિરકત થવાય છે. અને સ્થાપનાચાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com