________________
[૬]
સામાયિક સદબોઘ. હંત એટલે જેઓ આઠ કર્મરૂપ શત્રુને હણનારા છે તે અરિહંત કહેવાય છે. (૩) અરહંત એટલે જેને કર્મો ક્ષીણ થઈ જવાથી બીજો ભવ લેવાનું નથી, તે અરિહંત પ્રભુને વીતરાગ તેમજ તીર્થકર પણ કહેવામાં આવે છે. જેના રાગ ઠેષ સદંતર નાશ પામી ગયા છે તે વીતરાગ કહેવાય છે. તેમજ જેઓ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તેથી તે તિર્થંકર પણ કહેવાય છે. અરિહંત, વીતરાગ, તિર્થંકર એ શ્રીજીનેશ્વર પ્રભુના સમા
નવાચકપર્યાય શબ્દ છે. પ્ર. અરિહંત પ્રભુના કેટલા ગુણ છે અને તે કયા ક્યા? ઉ. અરિહંત પ્રભુના બાર ગુણ છે તે નીચે પ્રમાણે છે. ૧ અશોકવૃક્ષ-જ્યાં ભગવંતનું સમવસરણુ રચાય ત્યાં ભ
ગવંતના દેહથી બારગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે
છે જેની નીચે બેસી ભગવંત દેશના આપે છે. ૨ સુરપુષ્પવૃષ્ટિ-એક જન સુધી સમવસરણ ભૂમિમાં
જલસ્થલમાં ઉત્પન્ન થયેલાં સુગંધી પંચવરણી સચિત્ત કુલની વૃષ્ટિ ઢિંચણ પ્રમાણ દેવતા કરે છે તે. ૩ દિવ્યધ્વનિ–ભગવંતની વાણીને માલકેષના રાગમાં
વીણા વાંસળી આદિકના સ્વર વડે દેવતા પુરે છે તે. ૪ ચાર–રત્નજડિત સુવર્ણોની દાંડીવાળા ચાર જે
શ્વેત ચામરે સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે તે. ૫ આસન-ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય
સિંહાસન દેવતાઓ રચે છે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
દેવતા છે
ગવંત દેશના
BRપુષ્પવૃષ્ટિએ