________________
નવકાર સૂત્ર.
[૬૩] પ્ર. નવકાર (નમસ્કાર) મંત્ર એટલે શું? ઉ૦ નમસ્કાર એટલે જેને નમસ્કાર કરવા હું ઈચ્છું છું તે મારા
કરતાં મોટા છે, વધારે ગુણવાન છે અને હું તેમના કરતાં ન્યૂન ગુણવાળો છું. અર્થાત્ તેમના કરતાં નાનું છું. આવી રીતે પિતાનું નાનપણું (લધુત્વ) ખ્યાલમાં લેવું તેનું નામ નમસ્કાર છે. વળી નમસ્કાર તે મને ગત નમ્રત્વનું વ્યંજક એટલે સાધન છે અર્થાત્ માથું નમાવીએ છીએ તે એજકે આપણા મનનાં નમ્રભાવ ઉત્પન્ન થયો છે. તે સામા પ્રત્યે
જાહેર કરવાનું સાધન છે. પ્ર. નવકાર મંત્ર પરમેષ્ટી મંત્ર કહેવાય છે. તે એ પરમેષ્ટી
એટલે શું? ઉ. પરમે–એટલે ઉંચે સ્થાને અધિકારે “ષ્ટિનું” એટલે રહેલા
તે, અર્થાત્ ઉચે સ્થાને રહેલા તે પરમેષ્ટિ ગણાય છે. દરેક મનુષ્ય કરતાં પણ તેમનું સ્થાન અધિકાર, સત્તા, અને શક્તિ ઉંચા પ્રકારનાં છે તેથી તે પરમેષ્ટી કહેવાય છે. વળી જે જીવ પરમે એટલે ઉંચા સ્વરૂપમાં “ષ્ટિનું” એટલે રહે તે પરમેષ્ટી કહેવાય છે. પ્ર. નવકારને પ્રથમ સત્ર તરીકે કહેવાને શેહેતુ છે? ઉ૦ હંમેશાં વ્યવહારમાં એ નિયમ હોય છે કે, મંગલ કાર્યના
આરંભમાં ઈષ્ટનું-આપ્તનું-પ્રભુનું નામ દેવાનો રિવાજ છે. જેના સ્મરણથી કાર્યની આદિથી તે પૂર્ણાહુતિમાં વિદને દુર થાય છે. અને તેમના જાપથી ચિત્તવૃત્તિ પ્રસન્ન રહે છે અને અંતર-આત્મામાં પ્રભુના નામને અવાજ પડવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com