________________
સામાયિક.
[૪૯]
પાણીના તળીએ શુ છે, તે જેમ જણાતુ નથી તેમ મનની અંદરથી કુવિચાર। નાશ થયા સિવાય-સાવધ વ્યાપારાના નાશ થયા વિના નિરમળતા થવી સંભવી શકતી નથી અને મનની નિરમળતા થયા સિવાય તે પેાતાના અંતર્યામી તરફ વળતું નથી અને અંતર્યામી તરફ ન વળતાં જીવ પરમાનંદનાં સુખા પ્રાપ્ત કરી શકતે નથી. માટે ધમ માનું આવાહન કરનારે તે અવશ્ય આ વ્રતનું પાલન કરવું તેજ હિતકર છે. ગાય આખા દ્વિવસ ચરવા જાય છે, તે વખતે પોતાનું વાછરડું સભાળતી નથી, પણ જ્યારે તેને દોહવા તેના ધણી બેસે છે ત્યારે તે પ્રથમ વાછરડું ધાવે ત્યારબાદ તેના ધણીને દાહવા દે છે. તેવી રીતે આખા દિવસ તે। કદાચ વેપારની ધમાલમાં કે દુન્યવી કામમાં આત્મ-નીરીક્ષણા ના થઈ શકે તા છેવટ દિવસના ૪૮ મિનિટ જેટલેા સમય સામાયિક વ્રતમાં ગાળવાના નિયમ કરે તે તે તેટલેા વખત તા આત્મનીરીક્ષણ કરી શકે. માટે ફાવે તેટલી કામની ઉપાધિ હાય છતાં ૪૮ મીનીટ તે અવચ્ચે સ’સારી માણસે દરરોજ સામાયિકમાં ગાળવી એજ તેમના માટે હિતકર છે. કુમારપાળ રાજર્ષી સમરાંગણ ભૂમિમાં પણ હાથીની અંખી ઉપર બેઠા બેઠા સામાયિક કરી લેતા. આપણા સદ્ગત સરદાર શેઠ લાલભાઇ દલપતભાઇ, જેઓ કેવા પ્રવૃતિવાળા હતા તેના ખરા ખ્યાલ તે તેમના વધુ પરિચયમાં આવેલાને માલમ છે. તેઓ પણ સાંભળવા પ્રમાણે દરરોજ સામાયિકત્રત કરવાનુ તા ચુકતા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com