________________
=
=
=
=
===
==
=
==
==
સ્થાપનાચાર્ય.
=
=
=
=
==
==
=
=
==
પ્ર સામાયિક કરતી વખતે સ્થાપનાચાર્ય સ્થાપવામાં આવે છે
તેને હેતુ શું છે? ઉ૦ સામાયિકની ધાર્મિક મંગળ ક્રિયા કરતી વખતે સ્થા
પનાચાર્ય સાક્ષીભૂત તરીકે સ્થાપવામાં આવે છે. જે ગુરૂ મહારાજની હાજરી હોય તે સ્થાપનાચાર્યની જરૂર નથી. તેમની ગેરહાજરીમાં પુસ્તક ચાપડા પર મુકી તેમાં આચાર્ય મહારાજની ભાવના ભાવવી. આપણે
વ્યવહારમાં શું જોઈએ છીએ ? વ્યવહારમાં પણ સાક્ષી રાખવાથી કામની નિશ્ચલતા થાય છે તો પછી આવા ધામિક મંગળકાર્યમાં સ્થાપનાચાર્યની સાક્ષીથી ધર્મમાર્ગમાં દઢ થવાય તે દેખીતું છે. વળી ગુરૂ મહારાજની તેમાં ભાવન કરવાથી આળસ, પ્રમાદાદિ દોષોથી વિરક્ત થવાય છે અને સ્થાપનાચાય સાક્ષીભૂત હોવાથી ધર્મ માર્ગમાં અતિ રિકત થવાય છે. આથી ગુરૂમહારાજની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યની સ્થાપના કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com