________________
છે. ઉપકરણ
uses
પ્રસામાયિકમાં કયાં કયાં ઉપકરણો જોઈએ અને તે શાથી
તે કહે. ઉ૦ ચરવળ, કટાસણું, મુહપત્તિ, પુસ્તકાદિ, સ્થાપનાચાર્ય
વિગેરે. ચરવળે રાખવાનું પ્રયોજન એ છે કે તે ભૂમિ આદિ પ્રમાર્જન કરવાનું કારણ છે, તેમજ નિર્દોષ જંતુએને તે બચાવવાનું સાધન છે. આને રજોહરણ પણ કહેવાય છે. રજોહરણને અર્થ એવો થાય છે કે તેને બાહ્યદષ્ટિથી જોઈએ તે તે રજનું એટલે ધૂળનું હરણ કરે છે એટલે ધુળ દૂર કરે છે. અને અત્યંતર દષ્ટિથી જોઈશું તે તે કર્મરૂપી રજને દૂર કરે છે.
કટાસણું–કટ એટલે સાદી અને તેનું આસન તે કટાસણું તેને મૂળ અર્થ તે થાય છે. છેવટે તે ઉનનું હોવું જોઈએ તે ઉપર જીવજંતુ એાછાં આવવા સંભવ છે. તેમજ ભરાઈ રહેવાને સંભવ ઘણે ઓછા છે. કટાસણું લગભગ એક ગજ કે દેઢ હાથ લાંબુ અને સવાહાથ પહોળું હોય છે.
મુહપત્તિ–મુહપત્તિ એટલે મુખ વસ્ત્રિકા. મુખને આડે રાખવાનું વસ્ત્ર. સામાયિકમાં ઉચ્ચાર કરતી વખતે મુહપત્તિ મુખથી ચાર આંગળ છેટે રાખવી. આથી જ્ઞાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com